રાજેશ વસાવે :- દાહોદ
આજ રોજ ના રૂટ મુજબ ભીલ સમાજ લગ્ન બંધારણ પ્રાચાર પ્રાચાર રથ ક્રમ મુજબ તમામ ગામોમાં ફરી સરપંચ શ્રી ઓ સાથે સંપૅક કરી આગેવાનો સાથે બેઠકો…
દાહોદ તા. ૭
દાહોદ તાલુકામાં આજ રોજ ત્રીજા દિવસે બિરસા મુંડા સમાજ ભવન લગ્ન બંધારણ પ્રાચાર રથ ને ખુબજ સરસ સહયોગ સહકાર મળી રહ્યો છે, તમામ ગામોમાં આ બંધારણ અમલમાં મુકવા બાંહેધરી આપવામાં આવી રહી છે,
આજ રોજ ત્રીજા રથ નો રૂટ
(૧) રામપુરા (૨)કાળીતળાઈ (૩)ખજૂરી (૪)છાપારી ૧ (૫)વાદરીયા (૬) રાબડાલ રાત્રી રોકાણ રાત્રી સભ
લોકોમાં ખુબજ ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે,
તમામ ગામ જનો લોકો નું કહેવું છે,આ થવું જોઈએ એના કારણે આજે આપણા સમાજની આ દિશા અને દશા દયનીય સ્થિતિ માં મુકાય રહી છે, બાળકો નું શિક્ષણ,આરોગ્ય વગેરે છીનવાય રહ્યું હોય તો આપણા આ લગ્નો ના ખોટા મોટા ખર્ચા ઓ ના કારણે આજે સમાજ દેવાના ડુંગર તળે ઢંકાઈ રહ્યો છે, જેથી શહેરોની ગલીઓ,ફુટપાટ,રોડ રસ્તા મેદાનોમાં કીડી મંકોડા ની જેમ જ્યાં જાઓ ત્યાં ખુલ્લા આસમાન નીચે રાત્રી વાસો કરતો મજૂરી કામ કરતો દયનીય સ્થિતિ માં આવી ગયો છે,
એવું અત્યાર સુધી ના રૂટ ભ્રમણ માં તમામ લોકો કહી રહ્યા છે, સ્વિકારી રહ્યા છે,
કંઈક કરતા આ દહેજ ખોટા મોટા ખર્ચા ઓછા થાય તો કંઈક પરીણામ દેખાય એવી આશા સાથે ધ્યાન મગન થય વક્તાઓ ને નિહાળી રહ્યો છે,ખુબજ સપોર્ટ ગ્રાઉન્ડ લેવલે મળી રહ્યો છે,