
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોમાં વિશ્વ કેન્સર દિવસ ની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના વટલી,પાટડીયા, લખણપુર ગામે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી વ્યસનોથી દૂર રહેવા હાંકલ કરવામાં આવી
સુખસર,તા.૪
ફતેપુરા તાલુકાના ઉત્કર્ષ મંડળના કાર્યકર્તાઓ ગામડે-ગામડે ફરીને સમાજ સુધારણા માટે લોકોને સમજાવી માર્ગદર્શન આપવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ વટલી, પાટડીયા,લખનપુર ગામે સમાજ સુધારણામાં વિશ્વ કેન્સર દિવસની માહિતી શંકરભાઈ કટારા દ્વારા આપવામાં આવી હતી.જેમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી કરવામાં આવી? કેમ ઉજવવામાં આવે છે?તેનો હેતુ શું છે? તેની જાણકારી આપી સાથે કેન્સર દિવસની ઉજવવાની શરૂઆત ૧૯૯૩ થી સ્વીઝરલેન્ડના જીનીવા માંથી કરવામાં આવેલ છે.અને કેન્સર થવાનું મૂળ કારણ તમાકુ અને શરાબનું સેવન કરવાથી શરીરના લંબાઈના પ્રમાણમાં વજન ઓછું હોવાના કારણે ફળ અને શાકભાજીનું ઓછું પ્રમાણ તથા કસરતનો અભાવ જેવી બાબતોથી કેન્સરનો રોગ ઘર કરી જાય છે.ઉપર મુજબના ગામોમાં હાજર રહેલ આગેવાનો,સરપંચો અને વડીલોએ લગ્ન પ્રસંગોમાં જાહેરમાં તમાકુનું વિતરણ કરવાનું સદંતર બંધ કરવામાં આવ્યું છે. સાથે આ ગામોમાં ઉપસ્થિત લોકોએ આજના દિવસથી એક વ્યસન છોડવાનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો.સાથે ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી સરદારભાઈ એ યુવાનોને વ્યસનમુક્ત બનો,શિક્ષિત બનો અને સંગઠિત બનવાની હાકલ કરી હતી.અને કેન્સર જેવા ભયાનક રોગમાંથી ઉગરવા માટે આ શુભ સંકલ્પ કરીને કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી.