Friday, 11/10/2024
Dark Mode

સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને ધરમ ધક્કા ખાવાનો વારો. ઓનલાઇન ફોર્મ ભર્યા ને 10 મહિના જેટલો ટાઈમ વીત્યો છતાં પણ મંજૂરી હુકમ પત્રક ન મળતા વિધવા બહેનોની હાલત કફોડી.

February 4, 2024
        4006
સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને ધરમ ધક્કા ખાવાનો વારો.  ઓનલાઇન ફોર્મ ભર્યા ને 10 મહિના જેટલો ટાઈમ વીત્યો છતાં પણ મંજૂરી હુકમ પત્રક ન મળતા વિધવા બહેનોની હાલત કફોડી.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને ધરમ ધક્કા ખાવાનો વારો.

ઓનલાઇન ફોર્મ ભર્યા ને 10 મહિના જેટલો ટાઈમ વીત્યો છતાં પણ મંજૂરી હુકમ પત્રક ન મળતા વિધવા બહેનોની હાલત કફોડી.

સંજેલી તાલુકામાં 57 ગામો આવેલા છે જેમાં 1166 વિધવા તેમજ 1695 વૃદ્ધો સહાય મેળવી રહ્યા છીએ.

સંજેલી તાલુકામાં વિધવા તેમજ વૃદ્ધ સહાયના 2875 જેટલા લાભાર્થીઓની 

સંજેલી તા 04

સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને ધરમ ધક્કા ખાવાનો વારો. ઓનલાઇન ફોર્મ ભર્યા ને 10 મહિના જેટલો ટાઈમ વીત્યો છતાં પણ મંજૂરી હુકમ પત્રક ન મળતા વિધવા બહેનોની હાલત કફોડી.

સંજેલી તાલુકા ની વિધવા બહેનોએ 10 મહિનાથી મામલતદાર કચેરી ખાતે ઓનલાઈન ફોર્મ ભર્યા છતાં પણ વિધવા સહાયની મંજૂરી હુકમ ન મળતા બહેનોની હાલત કફોડી બની છે. વિધવા બહેનો અનેકવાર સંજેલી તાલુકાની મામલતદાર કચેરીઓમાં મંજૂરી હુકમ મેળવવા માટે અવર નવર જાય છે છતાં પણ મંજૂરી હુકમ પત્રક મેળવવા ધરમધક્કા ખાવાનો વારો આવ્યો. સંજેલી તાલુકામાં 57 ગામમાં આવેલા છે જેમાં 1166 વિધવા બહેનો અને 1695 વૃદ્ધો સહાય મેળવી રહ્યા છે. પરંતુ 10 મહિના જેટલો ટાઈમ થી વિધવા બહેનોની ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ફોર્મ ભરીયા છતાં પણ વિધવા બહેનોને મંજૂરી હુકમ ન મળતા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ડિજિટલ જમાનો અને 5g ની સ્પીડ હોવા છતાં વિધવા બહેનોને મંજૂરી પત્રક ન મળતા ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સમય અને પૈસાનો બગાડ કરી લાકડીના સહારે મામલતદાર કચેરી તેમજ બેન્કોમાં ધક્કા ખાઈ રહ્યા છે. તાલુકા અને જિલ્લાના અધિકારીઓ દ્વારા આ વિધવા બહેનોનું ઓનલાઇન અરજીનો નિકાલ કરી વહેલી તકે આ મંજૂરી હુકમ પત્રક આપવામાં આવે તેવી વિધવા બહેનોની માંગ ઉઠવા પામી છે.

સહાય મેળવવા ૯ મહિનાથી ધરમધક્કા ખાવા મજબુર છીએ.. :- હંસાબેન રાઠોડ લાભાર્થી ..

9 મહિનો જેટલો સમયગાળો થયો હું મામલતદાર કચેરી ખાતે અવર જવર કરી ધક્કા ખાવ છું 15 દિવસ પહેલા જ મને હુકમ પત્રક મળ્યો છે હજી સુધી ખાતામાં પેમેન્ટ પડ્યું નથી.

ટેકનિકલ ખામીના કારણે સમસ્યા ઊભી થઈ છે :- જે.પી.પટેલ મામલતદાર.સંજેલી

વિધવા બહેનોની અરજી જે તે સમયે ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી છે પણ તેના ઓર્ડર જનરેટ થતા નથી તે માટે ઉચ્ચ કક્ષાએ જિલ્લા કલેકટરને કાગળ લખેલું છે અરજદાર વારંવાર અત્રેની કચેરી આવે છે અરજીનો નિકાલ કરવા કાગળો લખ્યા છે તે છતાં ઓપરેટરને સ્પેશિયલ દાહોદ મોકલી નિકાલ કરાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!