
રાહુલ ગારી :- ગરબાડા
ચોરી,લૂંટ,ધાડ ના ગુન્હાઓમાં છેલ્લા ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપીને જેસાવાડા પોલીસે દબોચી જેલ ભેગો કર્યો.
ગરબાડા તા. ૩
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થ એ પો.સ્ટે વિસ્તારના ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે સુચના આધારે સર્કલ પોલીસ ઇન્સ. દાહોદ જે.એમ. ખાંટ ના માર્ગદર્શન હેઠળ જેસાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ.રામી તથા જેસાવાડા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જેસાવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૮૨૧૦૪૯૨૩૦૨૮૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૫,૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭,૪૫૦ મુજબના મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શંકરભાઈ ઝીથરાભાઈ કટારા ઉ.વ.૨૫ ધંધો ખેતી રહે.વડવા કટારા ફળીયા તા.ગરબાડા દાહોદ તેના ઘરે હોવાની મળેલ જે બાતમીના આધારે તેના ઘરે જઈ રેડ કરતા આરોપી ઘરેથી ઝડપી પાડી પોલીસ મથક ખાતે લાવી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.