રાજેશ વસાવે દાહોદ
બિલવાણી મુકામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજો દિવસે ચાર વેદોની પૂજા અર્ચના કરાઈ..
લીમડી તા. ૧૮
રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજા દિવસમાં ખાસ કરી ને ચાર વેદની પુજા કરવામા આવી હતી જેમાં પ્રથમ રૂગવેદ ,દ્રિત્ય યજુર્વેદ,ત્રીત્ય શામવેદ ,ચતુર્થ અથર્વેદ ની પુજા કરવામા આવી હતી. જોકે ઝાલોદ તાલુકા ના લીમડી નજીક બિલવાણી ગામે ચાલી રહેલ સહસ્ત્રચંડી મહાયજ્ઞ ના ત્રીજા દિવસે સવારે 10 કલાક થી પુજા નો પ્રારંભ કરવામા આવ્યો હતો.જેમા શરૂઆત મા શાસ્ત્રોક્ત પ્રમાણે ચારવેદો ની પુજા કરવામા આવી.યજ્ઞશાળા મા વેદો પ્રમાણે દ્રારપુજા કરવામા આવી હતી.
જેમા ચારે દિશામા પ્રતીકાત્મ સ્વરૂપે બ્રાહ્મણ ને ઉભા રાખી ચારવેદૈ ની પુજા કરવામા આવી હતી.જે પુજા મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર દ્રારા પુજન કરવામા આવ્યુ હતુ.અને ત્યારબાદ સહસ્ત્રચંડી પાઠ ના 14 અધ્યાય કરી ને અલગ અલગ દ્રવ્ય થી આહુતિ પણ આપવામા આવી હતી.