રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં માર્ગ સલામતી માસ 2024નો ભવ્ય ઉદઘાટન સમારોહ દાહોદ ARTO કચેરી ખાતેયો જાયો હતો
દાહોદ તા. ૧૮
દાહોદ માર્ગ સલામતી માસ 2024 નેશનલ રોડ સેફ્ટી વર્ષ 2024 ની ઉજવણી 15 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે જેનું ઉદ્દઘાટન આજે દાહોદ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા એ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ.કે રાઠોડ , જિલ્લા શિક્ષણ અધિકારી એસ. એલ.દામા, R&B ના અધિકારી હિમાની શાહ દાહોદ ARTO સી. ડી.પટેલ, આર. કે. પરમાર, વી.કે .પરમાર, એન. સી. પટેલ ,વી.આર.લાલાની, એન.એસ પટેલ, આર. એ.વાઘેલા, એન.બી નીંબાર્ક એન.જી.પટેલ, ડી.પી.પરમાર, સી.એસ.વસાવા , આર.બી. ચાવડા , એલ.એલ. રાડા, કે. એમ ઐયર તથા rto કચેરી નો સ્ટાફ, શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં વકતાઓના પ્રવચન બાદ જન જાગૃતિ માટે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને અકસ્માત થી બચાવવા, દારૂ પીને અને નશો કરીને વાહન ના ચાવવું, તેમજ ઓવર સ્પીડિંગ ના મુદ્દાઓ ઉપર સમજણ આપી અને જન જાગૃતિ લાવવામાં આવી હતી.