Wednesday, 04/12/2024
Dark Mode

અમરદીપ ટ્રાવેલ્સની બસમાં મહિલા મુસાફરની લાજ લૂંટાઈ. મધ્ય પ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં ચાલક-કંડક્ટર દ્વારા દુષ્કર્મથી ખળભળાટ,બન્નેની ધરપકડ..

January 12, 2024
        762
અમરદીપ ટ્રાવેલ્સની બસમાં મહિલા મુસાફરની લાજ લૂંટાઈ.  મધ્ય પ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં ચાલક-કંડક્ટર દ્વારા દુષ્કર્મથી ખળભળાટ,બન્નેની ધરપકડ..

#DahodLive 

અમરદીપ ટ્રાવેલ્સની બસમાં મહિલા મુસાફરની લાજ લૂંટાઈ.

મધ્ય પ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં ચાલક-કંડક્ટર દ્વારા દુષ્કર્મથી ખળભળાટ,બન્નેની ધરપકડ..

બસના અન્ય પેસેન્જરો ઊંઘતા ડ્રાઈવર-કંડકટરે પોત પ્રકાશયું..

મોરબી પોલીસની કાર્યવાહી બાદ દાહોદ એ ડિવિઝન પોલીસમાં જીરો નંબરથી ફરિયાદ દાખલ..

દાહોદ તા.11

મધ્યપ્રદેશથી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલી મહિલા જોડે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કંડકટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.જે બાદ હેવાનિયતનો શિકાર બનેલીમહિલા દ્વારા બંને નરાધમો સામે મોરબી જિલ્લાના મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા મોરબી પોલીસે બન્ને આરોપીને ઝડપી દાહોદ પોલીસને સુપરત કરતા દાહોદ એ ડીવીઝન પોલીસે ડ્રાઈવર અને કંડકટરની ધરપકડ કરી લીધી છે.

મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા નીકળી હતી. જ્યાં રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબાડા નજીક બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે ભોગ બનનાર મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ બદરી લાલ ડામોર તેમજ કંડકટર આશિષ અંશિલ ભીલની દાનત બગડી હતી. આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો ઊંઘી જતા રાત્રિના અંધારામાં આ નર પીસાચી નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી બસના કેબીનમાં વારાફરતી દુસ્કર્મ આચરતા મહિલા આ બન્નેની હેવાનિયતનો શિકાર બની જવા પામી હતી. ત્યારબાદ બીજા દિવસે બસ મોરબી જિલ્લાના મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી.

પીડિતાએ બસમાંથી ઉતર્યા બાદ 181 અભયમની મદદ લીધી..

ભોગ બનનાર મહિલા મોરબી ખાતે ઉતર્યા બાદ પીડિતાએ 181ની મદદ લીધી હતી. અને બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે પીડિતાએ અન્ય લોકોને જાણ કરતા મોરબી 181ની ટીમને જાણ કરવામાં આવી હતી.

મોરબી પોલીસની કાર્યવાહી: બંનેની ધરપકડ કરી દાહોદ પોલીસ સ્ટેશને સુપરત કર્યા.

 મહિલા સાથે દુષ્કર્મ મામલે ગંભીર બનેલી મોરબી પોલીસ પણ સક્રિય બની હતી.અને ચાલુ બસમાં હેવાનિયત આચરનારા ડ્રાઈવર-કંડકટરની ઓળખ કરી લેવામાં આવી હતી.અને બન્નેની ધરપકડ કરી મોરબી પોલીસ દાહોદ ખાતે આવી હતી. જ્યાં દાહોદ એ ડીવીઝન પોલીસ મથકમાં ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડકટર આશિષ ભીલ સામે IPC-376(2)N,506(1),114 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે બસમાં દુષ્કર્મની ઘટના બની હતી તે બસ પણ કબજે કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!