બાબુ સોલંકી :- સુખસર
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સુખસરમાં ઇવીએમ મશીનનો નિર્દેશન યોજાયું
ફતેપુરા તાલુકામાં લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી ની તૈયારી રૂપે ચૂંટણી પંચ દ્વારા સુખસર ખાતે ઇ.વી.એમ મશીનનો નિર્દેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો
સુખસર,તા.૧૧
ફતેપુરા તાલુકામાં આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ યોજાવાની હોય તેને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા ઇ.વી.એમ મશીનનું સુખસર ખાતે નિદર્શન યોજવામાં આવ્યું હતું.ત્યારે આજરોજ સુખસર ખાતે હાટ બજારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો એ ઇ.વી.એમ મશીન નિર્દેશનનો લાભ લીધો હતો. તેમજ તાલુકાના તમામ ગામડાઓમાં ઇ.વી.એમ મશીન નિદર્શનના કાર્યક્રમો યોજી મતદારોને ચૂંટણી વિભાગ દ્વારા દરેક મતદારો સુધી ઇ.વી.એમ મશીન ની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવશે.તેમજ ઝોનલ અધિકારી માસ્ટર ટ્રેનર વિગેરે સાથે દરેક ગામમાં જ્યાં લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ મતદારોને માહિતી આપવામાં આવી રહી છે.જ્યારે આજરોજ સુખસર ખાતે હાઇવે માર્ગ ઉપર સુખસર ગામના નાગરિકોને સાથે રાખી મતદારોને ઇ.વી.એમ મશીનની જાણકારી આપવામાં આવી હતી.