
બાબુ સોલંકી :- સુખસર
વિકસિત ભારત યાત્રા એટલે ગરીબો માટે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા
ફતેપુરાના કરમેલ ગામે વિકસિત ભારત યાત્રા રથનું સ્વાગત અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સુખસર,તા.૧૧
ફતેપુરા તાલુકાના કરમેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત તેમજ સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને ઘર આંગણે વિવિધ યોજનાઓની માહિતી તથા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.લોકોને ઘર આંગણે યોજના કે માહિતી તેમજ લાભાર્થીઓને સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંકલ્પ ભારત વિકસિત યાત્રાનો રથ ફેરવવામાં આવી રહ્યો છે.ગુરુવારના રોજ ફતેપુરા તાલુકાના કરમેલ ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે,મોદી સરકારની ગેરંટી વાળો રથ અમે ગામે ગામ લઈ જઈ રહ્યા છીએ.જેમાં પ્રજાને ઘર આંગણે વિવિધ યોજનાની માહિતી મળી રહે તેમ જ લાભાર્થીઓને સાધન સહાય સામગ્રી મળી રહે તેવુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયારે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી કિસાન યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આરોગ્ય સેવા જેવા અનેક લાભો લોકો લઈ રહ્યા છે.અને જે લોકો વંચિત હોય તેઓને પણ ટૂંક સમયમાં યોજનાઓનો લાભ મળી જશે.એક પણ પરિવારને સરકારની યોજનાઓથી બાકાત રખાશે નહીં.ઘરે ઘર સુધી સરકારની દરેક યોજનાઓનો લાભ અમે અને અમારા સરકારી કર્મચારીઓ પહોંચાડવા માટે તત્પર છે.આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,ભાજપના આગેવાન કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ,જિલ્લા યુવા મોરચા પ્રમુખ મોહિતભાઈ ડામોર, આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી,જિલ્લા સભ્ય પ્રતાપભાઈ પારગી,ટીનાભાઇ ઉર્ફે મુકેશભાઈ પારગી,આગેવાન કચરૂભાઈ પ્રજાપતિ,દિલીપભાઈ પ્રજાપતિ, મનોજભાઈ કલાલ,રીતેશભાઈ પટેલ, જિલ્લા સભ્યો,તાલુકા સભ્યો,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર, પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ વિભાગ,આરોગ્ય વિભાગ,ટ્રાઇબલ વિભાગ માંથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ લાભાર્થીઓને સ્થળ ઉપરજ સહાયનું વિતરણ કરાયું હતું.ત્યારબાદ પ્રતિજ્ઞા લેવાઈ હતી.