સિંગવડના છાપરવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિવિધ સરકારે સંસ્થાનોની મુલાકાત લીધી…
સિંગવડ તાલુકાના છાપરવડ મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સિંગવડના રણધીપુર પોલીસ સ્ટેશન ગ્રામીણ બેંક તથા આઈ.ટી.આઈ ની મુલાકાત કરાવવામાં આવી
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકાના છાપરવડ મુખ્ય પ્રાથમિક શાળાના 98 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને આજરોજ 10 1 2024 ના રોજ સિંગવડ ગામમાં આવેલ રણધીપુર પોલીસ સ્ટેશન બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને આઈ.ટી.આઈ ની મુલાકાત લેવામાં આવી જ્યારે વિદ્યાર્થીઓ સાથે પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ પણ સાથે હતો જ્યારે તેમને રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓને તેમને પોલીસને લગતી બધી જ માહિતી આપવામાં આવી તથા રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ રૂમ તેમજ જેલ વગેરે ઓફિસરની મુલાકાત લેવડાવવામાં આવી હતી ત્યાર પછી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બેંકને લગતી કામગીરીની લેવડદેવડ ની માહિતી આપવામાં આવી હતી ત્યાંથી આઈ.ટી.આઈ માં લગતી બધી શાખાના મુલાકાત લેવામાં આવી હતી અને આઈ.ટી.આઈ માં શું કાર્ય થાય છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી ત્યાર પછી છાપરવડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ જવા રવાના થયા હતા.