રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી
દાહોદ તા . ૭
જાબૂવા તાલુકાના ગોવાલી ગામના સ્થાનિક સગર્ભા મહિલાને બસમા વડોદરાથી દાહોદ આવતા સમય કાલી તલાઇ પાસે પ્રસુતિનું અસહનીય પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી જેમા કંબોઇ ચોકડી દાહોદ 108ની ટીમ તાત્કાલિક કાલી તલાઇ ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિનું દુખાવો અસહનીય થતો હતો અને 108 એમ્બ્યુલન્સ ના Emergency medical Technician વિનોદ પટેલ અને Pilot વિજય પરમાર ને બસ મા ડીલિવરી કરાવવાની ફરજ પડતા બસમા જ પ્રસૂતિ કરાવવાની જરૂર પડી. પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટળાયેલ હતી અને જોખમી હોવા ના કારણે ઉપરી ફિજીસિયન ડોક્ટર મહેતા મેડમ ના માર્ગદર્શન થી બસમાં બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ છે અને સારવાર આપતા આપતા સરકારી દવાખાના દાહોદના ડોક્ટર ધૂવ સાહેબ ને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાથી રવાના થયા.
આ તકે દર્દી ના પરિવાર જનો ને 108 સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી અને આ રીતે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું….