
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થતી ન્યુ પાર્થ નવોદય…
અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ,જરૂરી મટીરીયલ આપતી ન્યુ પાર્થ નવોદય
નવોદય પ્રવેશ પરીક્ષાને અનુલક્ષીને પ્રશ્નપત્રના માળખા મુજબ ટેસ્ટનું આયોજન કરતા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના સંચાલક
સંજેલીમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા 18 વર્ષથી કાર્યરત.
સંજેલી તા.07
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે જેમાં નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ, જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દ્વારા તારીખ 20 જાન્યુઆરીના રોજ નવોદય પ્રવેશ પરીક્ષા હોવાથી વધુ મહાવરો કરી શકે અને નવોદય પ્રવેશ પરીક્ષામાં 100 ટકા સફળતા મેળવે તે હેતુસર તાલીમ વર્ગમાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે 100 ગુણના નમૂનાના પેપરો આપવામાં આવે છે . અને મહાવરો કરાવવામાં આવે છે. વધારામાં જણાવ્યુ હતુ કે કોઈ અનાથ, અપંગ અને અતિગરીબ બાળક હોય અને નવોદય ની પરીક્ષા આપવાના હોય તેમને વિનામૂલ્યે માર્ગદર્શન અને મટીરીયલ આપવામાં આવશે. મોરા ખાતે અશ્વિનભાઈ સંગાડા સાહેબ અને સુખસર ખાતે રાજુભાઈ મકવાણા સાહેબ ટેસ્ટ નું આયોજન કરી રહ્યા છે. આમ દિલીપકુમાર મકવાણા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વધુમાં વધુ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે અને સફળતા મેળવે એવી આશા વ્યકત કરી હતી..