રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમા નગદી ફાર્મ હાઉસમા ચાલતી દારૂની મહેફિલમાં એલસીબીના દરોડા:22 નબીરાઓ રાજાપાઠમાં ઝડપાયા…
દાહોદ એસપીની બાતમીના આધારે નગદી ફાર્મ હાઉસ પર પોલીસ ત્રાટકતા નાસભાગના દ્રશ્યો સર્જાયાં..
વરરાજા સહિત માલેતુજાર પરિવારના 22 લંબરમૂછીયા ઝડપાયા…
શાહી ઠાઠમાઠ વચ્ચે ચાલતી દારૂની મહેફિલમાં પોલીસની એન્ટ્રીથી રંગમાં ભંગ પડ્યો…
દાહોદ તા.૦૭
દાહોદમાં લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી ૨૨ નબીરાઓ દારૂ ઢીચતા જિલ્લા પોલીસવડાની બાતમી આધારે એલસીબીના હાથે પાર્ટી કરી રહેલા ૨૨ ઈસમોને ઝડપી પાડતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝડપોયલ ઈસમો પાસેથી પોલીસે મોબાઈલ ફોન મળી લાખ્ખોનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગાંધીના ગુજરાતમાં અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં દારૂ બંધીની કડક અમલવારી કરતાં દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેથળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર તેમજ હેરાફેરી કરતાં તત્વો પર લગામ કસવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી પતી ગઈ છે ૨૦૨૩ ના વર્ષને બાય બાય કરી દેવાયું છે. નવા વર્ષ ૨૦૨૪ ને આવકારી પણ લેવાયું છે તેમાંય ખાસ કરીને ૩૧મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન નશાના રવાળે યુવાધન ન ચડે તેથી જિલ્લા પોલીસ વડાએ સઘન કામગીરી કરી કેટલાક દારૂડિયાઓને જેલ ભેગા કરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે કડકડતી ઠંડીમાં લગ્ન સરાની મોશમ ચાલુ થઈ ગઈ છે. એકબાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે
તો બીજી તરફ દારૂ બંધીનું ભાન અપાવવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા ર્ડા. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન અનુસાર પોલીસ કામગીરી કરી અને દારૂ બંધીના ગુનાઓ ઝડપી કાર્યવાહી કરાઈ રહી છે અને હવે દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગની પાર્ટીઓમાં જમણ પીરસવાની જગ્યાએ દારૂ પીરસાઈ રહ્યું હતું. દાહોદના છાપરી ખાતે આવેલા નગદી ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગની રિસેપશન પાર્ટી રાખવામાં આવી હતી જેમાં મોટા પરિવારના કેટલાક લોકો ભેગા મળી શાહી પાઠ સાથે દારૂ ઢીચી રહ્યા હોવાની બાતમી જિલ્લા પોલીસવડા ર્ડા. રાજદીપસિંહ ઝાલાને મળી હતી અને તેઓએ એલસીબીની ટીમને દરોડો પાઢવા માટે મોકલી હતી ત્યારે એલસીબીની ટીમે ફાર્મ હાઉસમાં રેડ કરતા વિદેશી દારૂ ઢીચતા નબીરાઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી અને જિલ્લા પોલીસવડા ર્ડા. રાજદીપસિંહ ઝાલા પણ રેડ વાળી જગ્યાએ પહોંચ્યા હતા જેમાંથી (૧) ફખરી મનસુર ઝાલોદવાલા રહેવાસી ગોદી રોડ દાહોદ (૨) મુસ્તફા અલી અસગર પારાવાલા રહેવાસી ગોધરા રોડ સેફી નગર દાહોદ (૩) તાહેર હાતીમભાઈ રાણાપુર વાળા રહેવાસી એમજી રોડ દાહોદ (૪) અબ્બાસ તાહેર આંબલીયા રહેવાસી ગોદીરોડ અલેફિયા કોલોની (૫) હકીમ અસગર અલી વણવાળા રહેવાસી ગોદીરોડ સેફી મોહલ્લા દાહોદ (૬) હુસેન જુઝર ખરોદાવાળા રહેવાસી ઠક્કર ફળીયા દાહોદ (૭) મુર્તુજા કુતબુદ્દીન ખરોદાવાળા રહેવાસી ગોદીરોડ એવન્યુ એપાર્ટમેન્ટ દાહોદ (૮) મુસ્તુફા ખોજેમ રાણાપુર વાળા રહેવાસી ઉકરડી રોડ ઇમામ મંજિલ દાહોદ (૯) તાહેર સેફિભાઈ થાકીર રહેવાસી સેફી મોહલ્લા મકરન્ટાઇલ બેંક પાસે દાહોદ (૧૦) મુર્તુજા મોહમ્મદ થાકીર રહેવાસી એલેફિયા કોલોની દાહોદ (૧૧) મુર્તુજા ફિરોઝ વાસણવાળા રહેવાસી શીતલ કોમ્પ્લેક્સ બુરહાની સોસાયટી દાહોદ (૧૨) હુસેન તાહેર ચલ્લાવાળા રહેવાસી સેફી મોહલ્લા પાસે જુમાતખાના દાહોદ (૧૩) ઈદ્રીસ મુસ્તુફા ઝૂમ્મરવાળા રહેવાસી સ્ટેશન રોડ નવજીવન મિલ રોડ દાહોદ (૧૪) હુસેન નજમી ભાભરા વાળા રહેવાસી હકીમી સોસાયટી ગોદીરોડ દાહોદ (૧૫) મુસ્તુફા ખોજેમ નાયાવાળા રહેવાસી સ્ટેશન રોડ બુરહાની સોસાયટી દાહોદ (૧૬) ઈદ્રીસ તાહેર ગુરીવાળા રહેવાસી તાહેરી સોસાયટી ગોદીરોડ દાહોદ (૧૭) તાહિર હકીમ સીડીવાળા રહેવાસી છાબ તળાવ હુસેની મસ્જિદ પાસે દાહોદ (૧૮) શબ્બીર હકીમ ઢીલાવાલા રહેવાસી છાબ તળાવ હુસેની મસ્જિદ પાસે દાહોદ (૧૯) તાહા કુતબુદ્દીન બુક્સેલર રહેવાસી એલેફિયા કોલોની દાહોદ (૨૦) મોઇજ જુઝર ખરોદાવાળા રહેવાસી ઠક્કર ફળીયા બુરહાની એપાર્ટમેન્ટ દાહોદ (૨૧) મુસ્તુફા મોહંમમદ લેણવાળા રહેવાસી એમજીરોડ પાયગા મોહલ્લા દાહોદ (૨૨) મુસ્તુફા મઝહર નગદી રહેવાસી ગોદીરોડ ઉકરડી રોડ મુર્તુઝા કોમ્પ્લેક્સ દાહોદ આ તમામ નબીરાઓને વિદેશી દારૂ ઢીચતા પોલીસે ઝડપી સાથેજ તેમના લાખો રૂપિયાના મોબાઈલ અને લાખો રૂપીયાના વાહનો પણ કબ્જે લઈ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબી પોલીસે ગુનો નોંધાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
————————————————–