
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશનના મેસેજ ન આવતા જાગૃત નાગરિકની ઉચ્ચ કક્ષાએ રજૂઆત..
સંજેલીમાં આઇ ખેડૂત પોર્ટલ પર ડાંગર ઓનલાઇન કર્યાના મેસેજ ન આવતા તેમજ ગોડાઉન ક્લાર્ક દ્વારા ફોન રિસીવ ન કરાતા અરજદારે સંજેલી મામલતદાર અને દાહોદ જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી..
સંજેલી :- મહેન્દ્ર ચારેલ..
માજી સૈનિક સંગઠનના સંજેલી તાલુકાના પ્રમુખ અને સંજેલી તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા સભ્ય રણછોડ પલાસે સંજેલી મામલતદાર તેમજ દાહોદ જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે તેઓએ પોતાની ડાંગરના પાકના ટેકાના ભાવે વેચાણ માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે પરંતુ આ માટેના મેસેજ પડ્યા નથી જેથી લઈને તેઓએ ગોડાઉનના ક્લાર્ક જોડે આ બાબતની પૂછપરછ કરવા કોલ કર્યા હતા પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ ગોડાઉનના ક્લાસવા ફોન રિસીવ કરતા નથી આ બાબતે તેઓએ યોગ્ય કાર્યવાહી કરવા માટે સંજેલી મામલતદારને તેમજ દાહોદ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.