રાજેશ વસાવે :- દાહોદ
પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદની રેસ્ક્યુ ટીમ દ્વારા એક જ દિવસમાં બે અજગર રેસ્ક્યુ કરાયા
દાહોદ તા.27
દાહોદની ચાર દાયકાથી પર્યાવરણ ક્ષેત્રે સક્રિય સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમ દ્વારા ગતરોજ એક જ દિવસમાં બે અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
દેવગઢબારિયા રામા ગામના પટેલ ફળિયામાં સરતનભાઈ કે. પટેલના ખેતરમાં અજગર દેખાતા પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદના સભ્યો ચિરાગભાઈ અને જીગાભાઈને જાણ કરવામાં આવી. બાદમાં પ્રકૃતિ મિત્ર મંડળના ટીમ દ્વારા બારીયા વન વિભાગ ફોરેસ્ટ ઓફિસર દેવરામજીના માર્ગદર્શનમાં ૯ ફૂટ લાંબા તથા ૧૫ કિગ્રા. વજન ધરાવતાં આ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ સહી સલામત રીતે કુદરતી જંગલમાં છોડી દેવામાં આવ્યો છે. તો દાહોદ નજીક પાવડીના ગોરી ફળિયાના રમસુભાઈ માવીના ખેતરમાંથી ૬.૫ ફૂટ લંબાઈના એક અન્ય અજગરને પણ પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમે પકડીને સલામત રીતે જંગલમાં છોડી મુક્યો છે.