લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી:કોરોના સંક્રમિત યુવક ઓક્સિજન પર
દાહોદનો 28 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થતાં વડોદરા ખાતે સારવાર હેઠળ..
અર્બન વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતિત.
દાહોદ તા.27
દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના સંક્રમણની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દાહોદ શહેરમાં વસવાટ કરતા 28 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થતા હાલ વડોદરા ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.દાહોદમાં નોંધાયેલ કોરોનાનો દર્દી વિદેશમા નોકરી હોવાનું બહાર આવ્યું છે. જયારે આ દર્દી કોરોનાના નવા વોરિયન્ટ JN.1 નો દર્દી છે કે નહિ તેની હાલ પુષ્ટિ થઈ નથી. પરંતુ શહેરના મધ્યમાં એક રહેણાંક વિસ્તારમાં 28 તાજેતરમાં વસવાટ કરવા આવ્યો હતો. આ યુવક જર્મનીમાં વર્ક ફ્રોમ હોમ, નોકરી કરતો હતો.જેને કોરોનાના લક્ષણો જોવા મળતા તેનું સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો.હાલ આ યુવક વડોદરાના ખાનગી હોસ્પીટલમા ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જેના પગલે દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેમના કોન્ટેકમાં આવેલા અન્ય લોકોની શોધખોળ આદરી તેઓના પણ સેમ્પલ એકત્ર કરી ચકાસણી અર્થે મોકલવાની તજવીજ આપેલી છે.જયારે આ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા આ યુવક જર્મનીથી વાયા મક્કા થઈ ભારત આવ્યા બાદ તાજેતરમાં દાહોદ આવ્યો હતો.આ યુવક કોરોનાના નવા વોરિયન્ટ JN.1 હેઠળ સંક્રમિત છે કે કેમ.?તેની હાલ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ લાંબા સમય બાદ કોરોનાની દાહોદમાં એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ હરકતમાં દેખાયું છે.