Monday, 22/07/2024
Dark Mode

સરકારની તમામ યોજનાઓ નો લાભ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી નીકળી છે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર

December 27, 2023
        535
સરકારની તમામ યોજનાઓ નો લાભ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી નીકળી છે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર

બાબુ સોલંકી :- સુખસર 

સરકારની તમામ યોજનાઓ નો લાભ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી નીકળી છે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર

સુખસર,તા.૨૭

સરકારની તમામ યોજનાઓ નો લાભ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી નીકળી છે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે લોકોને સંબોધીને જણાવ્યું હતું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી લોકોના ઘર આંગણે આવી છે.તેથી લોકો એ આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લેવા પ્રધાનમંત્રી આવાસ,ઉજ્વલા યોજના, શિક્ષણ સહિત સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા આહવાન કરી ૨૦૪૭ સુધી મોદી સાહેબના હાથ મજબૂત કરી વિકસિત ભારતનું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું હતું.

     આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રતાપભાઈ ભલાભાઇ પારગી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,અધિકારીઓ, સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!