બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી*
સુખસર તા.14
સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ 14.9.2026 ના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સૌપ્રથમ આચાર્ય અને સ્ટાફ દ્વારા હિન્દી દિવસ વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી સૌપ્રથમ 1953માં કરવામાં આવી.1949 માં હિન્દીને રાજભાષા તરીકે અનુચ્છેદ 343 અને આઠમી અનુસૂચિ હેઠળ માન્યતા આપવામાં આવી હતી.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે આવે છે.વિશ્વ હિન્દી ભાષા દિવસ 10 મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.હિન્દી પત્રકારિતા દિવસ 30 મેના રોજ ઉજવવામાં આવે છે.
બંધારણમાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે.ભારતમાં 70% લોકો હિન્દી લખી ,વાંચી ,બોલી અને સમજી શકે છે.વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ 43% લોકો હિન્દીને માતૃભાષા તરીકે સ્વીકારે છે.જેવી માહિતી આપવામાં આવી હતી.સાથે શાળામાં અઠવાડિયામાં એક દિવસ સોમવારના રોજ શિક્ષણ કાર્ય હિન્દી ભાષા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોને પણ હિન્દી ભાષા બોલવામાં ખૂબ મજા આવી હતી.તથા હિન્દી દિવસ વિશે ટેસ્ટ અને અક્ષર લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી.
