બાબુ સોલંકી :- સુખસર
*ઝાલોદ તાલુકાના જાન માર્યા મહાદેવ મંદિરથી સુખસરેશ્વર મહાદેવ મંદિર સુખસર સુધીની કાવડ યાત્રા યોજાઈ*
*સુખસર પ્રખંડના 22 ગામોમાંથી 455 કાવડયાત્રીઓ જોડાયા: સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું*
સુખસર,તા.31 
ઝાલોદ તાલુકાના જાન માર્યા મહાદેવજી મંદિરથી સુખસર ખાતે આવેલ સુખસરેશ્વર મહાદેવ મંદિર સુધીની આજરોજ ચોથી ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુખસર પ્રખંડના 22 ગામોમાંથી કુલ 455 કાવડયાત્રીઓ આ ધાર્મિક યાત્રામાં જોડાયા હતા. વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકસાથે જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
કાવડયાત્રા દરમ્યાન જાન માર્યા મહાદેવ મંદિરથી કળશમાં પવિત્ર જળ ભરી સુખસર મહાદેવ મંદિરે લાવવામાં આવ્યું હતું.જ્યાં ભગવાન શિવને પવિત્ર જળ અર્પણ કરી જળાભિષેક કરવામાં આવ્યો હતો.
યાત્રામાં સુખસર,રાવળના વરૂણા,મકવાણાના વરૂણા,ભોજલા, મારગાળા,પાટડીયા,બોરીદા,વાકાનેર, મોટી ઢઢેલી,લખણપુર,આફવા, ધાણીખૂટ,કાળીયા સહિતના ગામોના શ્રદ્ધાળુઓ જોડાયા હતા.હર હર મહાદેવના જયઘોષ સાથે કાવડયાત્રીઓ ઉત્સાહપૂર્વક આગળ વધ્યા હતા.
યાત્રાના માર્ગમાં આવતા કાળિયા , માનાવાળા બોરિદા,નાના બોરિદા,મોટા બોરિદા,ઘાણીખૂંટ માં જનજાતિ સમાજના ધાર્મિક ભાવિકો એ ચા,ફરાળી,કેળા વગેરે ની વ્યવસ્થા કરી હતી.અને સુખસર નગરના અલગ અલગ સમાજના ભાઈઓ દ્વારા પણ છાસ,કેળા,ઠંડા પાણી અને ફરાળીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાવડયાત્રામાં વિવિધ ગામોના લોકો એકસાથે જોડાઈ ધાર્મિક આસ્થા સાથે પરસ્પર સહયોગ અને ભાઈચારાનો પરિચય આપ્યો હતો.જેના કારણે હિન્દુ સમાજની સામાજિક સમરસતા અને હિન્દુ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
