બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં અંબાજી પદયાત્રીઓ માટે જય અંબે ગ્રુપની અવિરત સેવા કાર્યરત*
*51 ગામોનો જન સહયોગ અને 24 કલાક આરોગ્ય કેમ્પ ખડે પગે તૈયાર*
સુખસર,તા.15

સુખસર એસ.આર. પેટ્રોલ પંપ ખાતે ‘જય અંબે ગ્રુપ, સુખસર પ્રખંડ’ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ભવ્ય અને અવિરત સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે.
વહેલી સવારે 5 વાગ્યાથી ગરમાગરમ ચા-પૌંઆ અને 7 વાગ્યાથી દાળ-ભાત,શાક,પૂરી તેમજ શીરા સહિતનું શુદ્ધ ભોજન રાત્રિના 1 વાગ્યા સુધી અવિરત પીરસવામાં આવી રહ્યું છે. 
લાંબી પગપાળા યાત્રાથી માઈ ભક્તો માટે આરામદાયક ગાદલાં અને ઓઢવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.સુખસર પ્રખંડ સમસ્ત હિન્દુ સમાજના 51 ગામો તરફથી રોટલા-રોટલી સહિત સેવામાં મોટો જન સહયોગ પણ મળી રહ્યો છે.
તેમજ આફવા PHC અને સુખસર CHC નો મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહી યાત્રાળુઓને જરૂરી સારવાર અને દવાઓ આપી રહ્યો છે.
