રાજેન્દ્ર શર્મા :- દાહોદ
દાહોદ જિલ્લાના બ્રહ્મ સમાજના સ્નેહ સંમેલનમાં પ્રમુખ-મહામંત્રીની હાજરી..
દાહોદમાં બ્રહ્મ સમાજને શૈક્ષણિક-આર્થિક રીતે વધુ વિકાસ કરવા આયોજનો નક્કી કરાયા..
દાહોદ તા.27
દાહોદ ખાતે સમસ્ત દાહોદ જિલ્લા બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દાહોદ જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓની પદનિયુક્તિનો કાર્યક્રમ દાહોદના હનુમાન બજાર સ્થિત ભરત વાટિકા ખાતે ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભરતભાઈ રાવલની અદ્યક્ષતામાં યોજાયો હતો. જગદિશદાસ મહારાજે આશિર્વચનો પાઠવ્યા હતા. જેમાં અતિથિ વિશેષ મહામંત્રી અશ્વિનભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર યુવા અધ્યક્ષ જપીનભાઈ ઠાકર અને સહ પ્રભારી નિમેષભાઈ જોશી, લીગલ કન્વીનર આશિષ મહેતા, લેખક રૂપાલી બેન દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા તથા શહેરની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી.જેમાં દાહોદ જિલ્લા સમસ્ત દાહોદ જિલ્લા બ્રહ્મ સમાજના અદ્યક્ષ તરીકે વિકાસભાઈ દીક્ષિતને જાહેર કરાયા હતા. તેમના નેતૃત્વમાં જિલ્લા તથા શહેરના યુવા, મહિલા સહીતના વિવિધ પદાધિકારીઓના નામોની ઘોષણા પણ કરાઈ હતી. પ્રદેશ કક્ષાએથી પધારેલા મહાનુભાવોના સ્વાગત તથા દાહોદ બ્રહ્મ સમાજના હોદેદારોની વરણીને અભિનંદન પાઠવવા વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.દરમ્યાન સમાજ દ્વારા પ્રદેશ કક્ષાએથી કરવામાં કામગીરીની વિસ્તૃત માહિતી પણ અપાઈ હતી.