Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના ઉંચવાણીયા ગામની 29 વર્ષીય પરિણીતાને દહેજની માંગણી ને લઇ સાસરીયાઓ દ્વારા અત્યાચાર ગુજારતા મહિલાએ પોલીસ મથકમાં કરી રાવ..

September 26, 2021
        3389
દાહોદ તાલુકાના ઉંચવાણીયા ગામની 29 વર્ષીય પરિણીતાને દહેજની માંગણી ને લઇ સાસરીયાઓ દ્વારા અત્યાચાર ગુજારતા મહિલાએ પોલીસ મથકમાં કરી રાવ..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકાના ઉંચવાણીયા ગામની 29 વર્ષીય પરિણીતાને દહેજની માંગણી ને લઇ સાસરીયાઓ દ્વારા અત્યાચાર ગુજારતા મહિલાએ પોલીસ મથકમાં કરી રાવ..

દાહોદ તા.૨૬

દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે રહેતી એક ૨૯ વર્ષીય પરણિતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ અપાતા આવા ત્રાસથી વાજ આવેલ પરણિતાએ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.

 ઉચવાણીયા ગામે ભોકણ ફળિયામાં રહેતાં ૨૯ વર્ષીય પરણિતા આશાબેન હરિશભાઈ ભોકણના લગ્ન તારીખ ૧૨.૦૫.૨૦૧૪ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ હરિશકુમાર અમરસિંહ ભોકણ સાથે થયાં હતાં. લગ્ન જીવનના સમયગાળા દરમ્યાન સંતાનમાં આશાબેનને એક પુત્રએ જન્મ લીધો હતો. લગ્નના ત્રણેક વર્ષ આશાબેનને પતિ તથા સાસરીયાઓ દ્વારા સારૂ રાખ્યા બાદ પોત પ્રકાશ્યું હતું અને પતિ હરિશકુમાર દ્વારા કહેલ કે, તું તારા બાપાના ઘરેથી દહેજના રૂપીયા લઈ આવ તથા અમરસિંહ જુવાનસિંહ ભોકણ તથા લીલાબેન અમરસિંહ ભોકણ દ્વારા આશાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી કહેતાં હતાં કે, તું અમારા ઘરમાંથી નીકળી જા, તને છુટાછેડા આપી દેવાના છે, તેમ કહી અવાર નવાર મેણા ટોણા મારી, શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે આશાબેનને ઘરમાંથી કાઢી મુકતાં છેલ્લા કેટલાંક સમયથી આશાબેન પોતાના પિયર દાહોદ તાલુકાના હિમાલા ગામે બામણ ફળિયામાં રહે છે અને આ સંબંધે પરણિતા આશાબેન દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!