Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરાઈ…

December 11, 2023
        329
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરાઈ…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરાઈ…

દાહોદ તા. ૧૧

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરાઈ...

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા તેના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહ ની ઉજવણી કરવામાં આવી હતી.ત્રી દિવસીય મહોત્સવમાં કવિ સંમેલન, હાસ્ય દરબાર, બાળ કવિતાઓ અને શિક્ષકો માટે શૈક્ષણિક સેમીનાર તેમજ શહેરના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ અને સંસ્થા કે જેઓએ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેમને શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર એવોર્ડ અપાયા હતા

દાહોદ ખાતે અત્યંત પ્રતિષ્ઠિત અને સો વર્ષ કરતા પણ જૂની શૈક્ષણિક સંસ્થા કે જેની 30 જેટલી સંસ્થાઓ કેજી થી પી જી સુધી કાર્યરત છે અને 19,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે તેવી સંસ્થા દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દર વર્ષે નવમી ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ચાલુ વર્ષે 8 ,9, 10 ડિસેમ્બર દરમિયાન ઉજવાયેલા ત્રીદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે રાત્રે સ્થાનિક કવિઓનું કાવ્ય પઠન એટલે કે કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક બાળકો માટે સુપ્રસિદ્ધ બાળ કાવ્યો લખનાર અને બાળકોને કાવ્ય થકી કેળવણીનું શિક્ષણ આપનાર કવિ કૃષ્ણ દવે પણ જોડાયા હતા.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરાઈ...

        નવમી ડિસેમ્બર સવારે પ્રાથમિકશાળાના બાળકો માટે બાળ કાવ્યનું પઠન કવિ શ્રીકૃષ્ણ દવે દ્વારા ખૂબ જ માનનીય રીતે કરવામાં આવ્યું હતું. બાળકોમાં સાહિત્ય અને કવિતાઓમાં રસ જાગે તે માટે નોખી ઢબે શીખ અપાઈ હતી સંસ્થાના બાળકોએ પણ ખૂબ સારી રીતે પ્રશ્નોત્તરી કરી અને કાવ્ય પઠન કર્યું હતું. નવમી ડિસેમ્બરે જ સાંજે 4:30 કલાકે સંસ્થાના અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થાનો ધવજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી પંકજભાઈ શેઠે ધ્વજારોહણ કર્યા પછી સૌને કર્મશીલ અને પ્રતિબધ્ધ બનવાની હાકલ કરી હતી તો ત્યાર પછી તરત જ શ્રી દાદરવાલા એમ્ફી થિયેટર ખાતે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર હરી સોલંકીનો હાસ્ય દરબારી યોજાયો હતો. આ હાસ્ય દરબારના મધ્યાહને સંસ્થા દ્વારા અપાતા પ્રતિષ્ઠિત શેઠશ્રી ગિરધરલાલલાલ સંસ્કાર એવોર્ડ એનાયત કરાયા હતા પ્રશસ્તિ પત્ર, ₹25,000 તથા મોમેન્ટો સહિતના અપાયેલા આ એવોર્ડ પૈકી સદભાવના એવોર્ડ દાહોદની સંસ્થા સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટને કે જેઓએ દાહોદમાં હરિયાળી ક્રાંતિ સર્જી છે તેઓને પ્રાપ્ત થયો હતો.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરાઈ...

 

તો ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે વિવિધ ભૂમિકા ભજવી સકારાત્મક અભિગમ દાખવી લોક સેવા કરનાર શ્રી શેતલ કોઠારીને નિષ્ઠા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે સંસ્થાના જ આચાર્યો પૈકી અપાતો દક્ષતા એવોર્ડ ચાલુ વર્ષે શ્રી રીંકલબેન કોઠારી કે જેઓ સ્વનિર્ભ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમને એનાયત કરવામાં આવ્યો હતો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીસી સુરેશભાઈ શેઠ મંત્રી શ્રી અંજલી બેન પરીખ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી એવોર્ડ અરપણ વિધિમાં સંસ્થાના કર્મચારીઓ શહેરીજનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 તો દસમી ડિસેમ્બરે સવારે બાલમંદિર થી ધોરણ બે સુધીના શિક્ષકો માટે તથા ધોરણ ત્રણથી ધોરણ આઠ સુધીના શિક્ષકો માટે એક ખાસ સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં આધુનિક સમયમાં બાળકોને ટેકનોલોજી સાથે કઈ રીતે તાલ મેળવવો તથા પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યા મુજબના હેતુઓ કઈ રીતે સિદ્ધ કરવા તેની સમજણ અપાઈ હતી. 

અમદાવાદથી પધારેલા તજજ્ઞ એ ખૂબ જ મનનીય રીતે આ સેમીનારમાં શિક્ષકોને શીખ આપી હતી. આમ દાહોદ ખાતે આ ત્રી દિવસીય મહોત્સવ ખૂબ ધામધુમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!