
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના વાણીયાઘાટી- નેનકી સુધીનો રોડ જર્જરીત બન્યો..
ધારાસભ્ય અને સંસદ સભ્ય સહિત તાલુકામા લેખિત રજૂઆત કરવામાં આવી.
વાણીયાઘાટી નેનકી જતો રસ્તો 8 વર્ષ પહેલાનો બનાવેલ રસ્તો જખ્મી હાલત..
સંજેલી તા. ૩૦
સંજેલી તાલુકાના વાણીયાઘાટી થી નેનકી મંદિર ફળિયામાં જવાનો ડામર માર્ગ ઉબડખાબડ અને રોડની બંને સાઈડ બાવળના જાડી જાખરા ઉગે નીકળતા અકસ્માત નો ભય સતાવી રહ્યો છે.
આઠ વર્ષ પહેલાનો આ રસ્તો ઉબડખાબડ અને ઠેર ઠેર ખાડા તંત્ર દ્વારા આ ખાડાઓનું મરામત કામગીરી નહીં કરાતા આ માર્ગ ઉબડખાબડ થઈ ચૂક્યો છે તેમ છતાં આ રસ્તાઓ પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન નહીં આપતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે ધારાસભ્ય અને સંસદ સભ્ય સહિત તાલુકા અને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વાણીયાઘાટી થી નેનકી મંદિર જવાના માર્ગ પર રસ્તાની બાજુમાં બંને સાઈડ જાડી જાખરા ઊગી નીકળતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહીયો છે. ઠેર ઠેર ઉબડખાબડ ખાડા પડી જવા પામેલ છે જેના લીધે અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે. જો વહેલી તકે આ માર્ગ પર સાફ-સફાઈ તેમજ નવીન રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળ ગ્રામજનોની માં ઉઠવા પામી છે. રસ્તા વચ્ચે પડેલા ખાડાઓ અને બાવળના જાડી ઝાંખારા ને લીધે અકસ્માત થવાની ભીતિ સેવાi રહી છે તંત્ર દ્વારા તાત્કાલિક નવીન રસતો બનાવી સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જબાબ =રણછોડભાઈ ગવજીભાઈ પલાસ.
આઠ વર્ષ પહેલાનો રસ્તો તૂટેલો રસ્તામાં ખાડા પડી ગયા છે આજ દિન સુધી સમારકામ કરવામાં આવ્યું નથી અને જાડી જાખરા દૂર કરવામાં આવ્યા નથી રસ્તો સાંકડો થઈ ગયો છે આ બાબતે ધારાસભ્ય સંસદ સભ્ય સહિત માર્ક અને મકાન વિભાગ સહિત તાલુકામાં રજૂઆત કરવામાં આવી અને નવીન રસ્તા નો ઠરાવ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં આ માર્ગ બનાવવામાં આવ્યો નથી.