
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે ગુલબાર ગામેથી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
ગરબાડા પોલીસે 27,552 નો વિદેશી દારૂ તેમજ 15,000 ની મોટરસાયકલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
ગરબાડા તા. ૩૦
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ
આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગુલબાર ગામેથી બજાજ કંપની પલ્સર ગાડી ઉપર ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ પસાર થનાર છે જે બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવી રૂપિયા ૨૭,૫૫૨ વિદેશી દારૂ તેમજ ૧૫૦૦૦ ની મોટર સાયકલ સહિત ૪૨,૫૫૨ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરને કાર્યવાહી હાથ ધરી હતી ..