Saturday, 27/07/2024
Dark Mode

ગરબાડા વિધાનસભાની ચૂંટણીમાં આપના શૈલેષ ભાભોર ભાજપના થયા, અન્ય રાજકીય પક્ષોના આગેવાનોએ પણ કેસરીયો કર્યો આપના શૈલેષ ભાભોરને વોટ આપનાર મતદારો ખરેખર છેતરાયા? અથવા પોતાનો વિકાસ કરવા શૈલેષ ભાભોર ભાજપમાં ભળી ગયા..!!

November 23, 2023
        732
ગરબાડા વિધાનસભાની ચૂંટણીમાં આપના શૈલેષ ભાભોર ભાજપના થયા, અન્ય રાજકીય પક્ષોના આગેવાનોએ પણ કેસરીયો કર્યો  આપના શૈલેષ ભાભોરને વોટ આપનાર મતદારો ખરેખર છેતરાયા? અથવા પોતાનો વિકાસ કરવા શૈલેષ ભાભોર ભાજપમાં ભળી ગયા..!!

ગરબાડા વિધાનસભાની ચૂંટણીમાં આપના શૈલેષ ભાભોર ભાજપના થયા, અન્ય રાજકીય પક્ષોના આગેવાનોએ પણ કેસરીયો કર્યો

આપના શૈલેષ ભાભોરને વોટ આપનાર મતદારો ખરેખર છેતરાયા? અથવા પોતાનો વિકાસ કરવા શૈલેષ ભાભોર ભાજપમાં ભળી ગયા..!!

દાહોદ તા. ૨૩

ગરબાડા વિધાનસભાની ચૂંટણીમાં આપના શૈલેષ ભાભોર ભાજપના થયા, અન્ય રાજકીય પક્ષોના આગેવાનોએ પણ કેસરીયો કર્યો આપના શૈલેષ ભાભોરને વોટ આપનાર મતદારો ખરેખર છેતરાયા? અથવા પોતાનો વિકાસ કરવા શૈલેષ ભાભોર ભાજપમાં ભળી ગયા..!!

દાહોદમાં હવે દીપોત્સવી પર્વ પૂર્ણ થતા લગ્ન સરાની સીઝન ચાલુ થઈ છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતીય જનતા પાર્ટીએ સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ થકી લોકસભાની ચૂંટણી પ્રચારનું રણસિંગું ફૂંકી દીધું છે તો સાથે સાથે ફૂલ ગુલાબી ઠંડીમાં પક્ષ પલટાની સીઝન પણ શરૂ થવા પામી છે આમતો આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતો પરંતુ બદલાતા સમયના વેણ અને રાજનીતિમા રાજકારણ પણ બદલાયું છે ત્યારે જેમ રામના નામે પથ્થરો તરતા હતા તેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહારે દાહોદ ભાજપે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરી દાહોદની છ એ છ વિધાનસભા બેઠકો કબ્જે કરી હતી આ બધી લડાઈમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ મોટા ભાગની બેઠકો પર બીજા નંબરે રહેતા આશ્ચર્ય ફેલાવા પામ્યું હતું જેના પગલે કોંગ્રેસનું સત્યાનાશ થઈ ગયું હતું એક આંકલન મુજબ ગત વિધાનસભાની ચૂંટણીઓમાં દાહોદ જિલ્લાનો જે ટ્રેન્ડ રહેતો હતો તે પ્રમાણે દાહોદ ઝાલોદ અને ગરબાડા કોંગ્રેસની પરંપરાગત બેઠકો ગણાતી હતી પરંતુ આમ આદમી પાર્ટીના આગમનથી કોંગ્રેસ ત્રીજા ક્રમાંકે ખસકી પડી હતી અને આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેતા રાજકીય પંડિતોના આંકલન મુજબ જો આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી ન લડતી તો વર્ષોથી ચાલતા આવતા ટ્રેન્ડ પ્રમાણે વિધાનસભાની બેઠકો ઉપર કોંગ્રેસનો ગઢ યથાવત રહેતો પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને ચૂંટણી મહાસંગ્રામમાં માઈક્રો પ્લાનિંગ અને મેનેજમેન્ટમાં ચાણક્ય ગણાતી ભાજપ સામે દાહોદ લોકસભા બેઠક પર એકલી કોંગ્રેસ નહિ પરંતુ આમ આદમી પાર્ટી પણ પડકાર રૂપ છે જેને ભાજપે ગંભીરતાથી નોંધ લીધી છે આમતો પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી ભાજપનું એક હત્તુ સાશન છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોઈ કચાસ બાકી ના રહે તે માટે દાહોદ ભાજપે કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીને પણ ઉભી થતા અટકાવવા અથવા પડકાર રૂપ બને તે પહેલા ચકલીના માળાને વખેરવાનું કામ ભાજપે શરૂ કરી દીધું હોય તેમ આજ રોજ ગરબાડા ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્તિથીમાં યોજાયેલા સ્નેહ મિલન સંમેલનમાં ગત વિધાનસભામાં કોંગ્રેસની કદ્દાવર નેતા અને રતન મહાલની સિંહણ ગણાતી ચંદ્રિકાબેનના ગઢને ધવસ્ત કરી ભાજપને આ બેઠક પર જંગી લીડથી જીતાડવામાં મહત્વનો ભાગ ભજવનાર અને ગરબાડા બેઠક પરથી 33 હજાર કરતા વધુ મતો મેળવનાર આમ આદમી પાર્ટીના શૈલેષ ભાભોરને ઉમળકા ભેર આવકાર આપી ભાજપમાં પ્રવેશ અપાવયો હતો એટલુંજ નહિ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અન્ય કોઈ પાર્ટીના વિરોધીઓ ન બચી જાય અને લોકસભાની ચૂંટણી જીતવા માટે કોઈ વિઘ્ન સંતોષીયા ન રહે તે માટે BTP અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ભાજપમાં પ્રવેશ અપાવી સામેલ કરવામાં આવ્યા હતા આજરોજ ભાજપમાં સામેલ થયેલા નેતાઓ ખુશ મિજાજ જોવાતા હતા પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શૈલેષ ભાભોર ને 33 હજાર કરતાં વધુ મત આપનાર મતદારો આજે ખરા અર્થમાં છેતરાયા હોવાનો વસવસો અંદરો અંદર મહેસુસ કરી રહ્યા હશે આમ તો દરેક ચૂંટણી વિકાસના નામે મતો માંગી દરેક રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય છે તેમાંય ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં વિકાસની ગંગા વહેડાવી દીધી હોય તેમ કરોડો રૂપીયાઓ યોજનાઓ અમલમાં મુકી વિકાસના કામો પૂર્ણ કર્યા હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે હવે પ્રશ્ન એ થાય છેકે જો ખરેખર વિકાસના કામો કર્યા હોયતો અન્ય પાર્ટીના લોકોને સામેલ કરવાની કોઈ જરૂર લાગતી નથી ખરેખર વિકાસના કામો કર્યા હોયતો પ્રજા વોટ આપી જંગી બહુમતીથી જીતાડી દેવાની છે જોકે આ તો ભાજપ છે ગમે તેમ કરીને લોકસભાની ચૂંટણી જીતવાની છે વિકાસના નામે રાજકીય પક્ષોના નેતાઓને સામેલ કરીને લોકસભાની સીટ અંકે કરવાની નામના સાથે સ્નેહ મિલન કાર્યક્રમથી નેતાઓને જોડવાનુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!