નળિયાવાળા મકાનમાં તોડફોડ,મૂંગા પશુને મોતને ઘાટ ઉતાર્યું.
લીમખેડા તાલુકાના ઘુટીયા ગામે છોકરી ભગાડી જવાની અદાવતે ધીંગાણું,8 લોકોના ટોળાં સામે નામજોગ ગુનો નોંધાયો.
દાહોદ તા. ૨૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઘુટીયા ગામે છોકરી ભગાડી જવાના મામલે થયેલ શસ્ત્ર ધિંગાણામાં લાકડીઓ વડે કેટલા ઘરોના નળીયા તોડી નાંખી ઘરવખરી સામાનની તોડફોડ કરી અનાજ વેરવીખેર કરી નુકશાન પહોંચાડી બે મહિલા સહિત છ નરાધમોએ ઘરે બાંધેલ ગાયને લાકડીઓનો મારમારી મોતને ઘાટ ઉતાર્યાનુ જાણવા મળ્યું છે.
ઘુટીયા ગામના ઘાટા ફળિયામાં રહેતા ભાભોર કુટુંબના રમેશભાઈ વિસલાભાઈ, કડુભાઈ સુકલાભાઈ મથુરભાઈ વિસલાભાઈ, મનસુખભાઈ દિતાભાઈ, ધુળીબેન રમેશભાઈ તથા ચંપાબેન કડુભાઈ વગેરેએ ગતરોડ સવારે હાથમાં લાકડીઓ જેવા મારક હથિયારો લઈ તેમના ફવિયામાં રહેતા મગનભાઈ વરસીંગભાઈ બારીયા તથા અન્યના ઘર આગળ આવી બેફામ ગાળો બોલી તમારો છોકરો વિજયભાઈ અમારી છોકરી શારદાબેનને ભગાડીને લઈ ગયેલ તેનું સમાધાન કરવા અમોને લીમખેડા બોલાવ્યા હતા તે વખતે અમારો ભાઈ મગનાઈ સુકલાભાઈ ભાભોર પણ લીમખેડા આવ્યો હતો અને તે પાછો ખરે આવતો હતો તે વખતે તેનું એક્સીડેન્ટ થતાં તે એકસ્ટીડેન્ટમાં તેનું મોત નિપજ્યું હતું. તમો અમોને લીમખેડા ગામે અમારી છોકરી લેવા નહીં બોલાવતા તો અમારો ભાઈ એક્સીડેન્ટમાં નહીં મરતો તેમ કહી મગનભાઈ વરસીંગભાઈ બારીયા તથા તેના માણસોના ઘરોના લાકડીઓ વડે નળીયા તોડી નાંખી, ઘરમાં મૂકેલ તમામ ઘરવખરી સામાનની તોડફોડ કરી તથા અનાજ પણ વેરવીખેર કરી નુકશાન પહોંચાડ્યું હતું તેમજ મગનભાઈ બારીયાના ઘરે બાંધેલ ગાયને લાકડીઓનો મારમારી મોતને ઘાટ ઉતારી મગનભાઈ તથા તેમના ઘરના માણસોને જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે રાયોટીંગનો તેમજ ગૌ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-