ફતેપુરા માં સહસ્ત્ર બાહુ ભગવાન અર્જુન જયંતિ ઉજવાઈ.
કલાલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન કરાયું હતું
રાષ્ટ્રીય કલાલ મહાસભા ગુજરાત પ્રદેશના મહા સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા
સુખસર,૨૦
ફતેપુરા માં સહસ્ત્ર બહુ ભગવાન અર્જુન જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં તાલુકા સહિત અન્ય વિસ્તારના કલાલ સમાજના લોકો જોડાયા હતા.
ભારતની પવિત્ર ભૂમિની ખાસિયત છે વિવિધતામાં એકતા. ભારતમાં વિવિધ ધર્મોનું અનુસરણ કરતા લોકો વસે છે. તેથી જ ભારતમાં તમામ ધર્મોને લગતા ઘણા બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે કલાલ સમાજ ના આરાધ્યદેવ અને કુળદેવતા સહસ્ત્ર બહુ ભગવાન અર્જુન જન્મ જ્યંતીની ઉજવણી દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારમા કરવામાં આવી હતી. અર્જુન જયંતિ દર વર્ષે લાભ પાચમ પછી કારતક સુદ સપ્તમીના દિવસે ઉજવવામાં આવે છે. કલાલ સમાજ દ્વારા ભારત દેશમાં દરેક સ્થળોએ ભગવાન અર્જુન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.
ફતેપુરામાં પણ કલાલ સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભગવાન અર્જૂન જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાઓ અને દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કલાલ સમાજ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા અંબે માતા મંદિરેથી નીકળી નગર ના વિવિધ વિસ્તાર ફરી પરત અંબા માતા મંદિરે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ફતેપુરા સમાજના અગ્રણી પંકજભાઈ વસંતલાલ કલાલ દ્વારા આવતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નું આયોજન ફતેપુરા સમસ્ત કલાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં રાષ્ટ્રીય કલાલ મહાસભા ગુજરાત પ્રદેશના મહાસચિવ હિતેશભાઈ કલાલ, સંતરામપુર થી આગેવાન રમેશભાઈ કલાલ, સુખસર થી નગીનભાઈ કલાલ હસમુખ લાલ કલાલ, સંજેલી થી રમેશભાઈ કલાલ નરેશભાઈ કલાલ કલાલ સુરેશભાઈ કલાલ બીપીનભાઈ કલાલ જસાભાઇ કલાલ વસંતભાઈ કલાલ સહિત મોટી સંખ્યામાં કલાલ સમાજના લોકો જોડાયા હતા.