Wednesday, 11/12/2024
Dark Mode

ગુજરાત સરકાર નકલી સરકારી કચેરીઓના ચોકાવનારા વહીવટો સામે સજ્જ તપાસોના આદેશ કરે આ જરૂરી છે ! દાહોદ જિલ્લામાં ૬ નકલી સરકારી કચેરીઓના કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂત ના ૧૮.૫૯ કરોડ રૂ! ના મહા કૌભાંડમાં અસલી કચેરીના સાહેબો ઊંઘતા ઝડપાયા!

November 11, 2023
        5093
ગુજરાત સરકાર નકલી સરકારી કચેરીઓના ચોકાવનારા વહીવટો સામે સજ્જ તપાસોના આદેશ કરે આ જરૂરી છે !  દાહોદ જિલ્લામાં ૬ નકલી સરકારી કચેરીઓના કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂત ના ૧૮.૫૯ કરોડ રૂ! ના મહા કૌભાંડમાં અસલી કચેરીના સાહેબો ઊંઘતા ઝડપાયા!

ગુજરાત સરકાર નકલી સરકારી કચેરીઓના ચોકાવનારા વહીવટો સામે સજ્જ તપાસોના આદેશ કરે આ જરૂરી છે !

દાહોદ જિલ્લામાં ૬ નકલી સરકારી કચેરીઓના કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂત ના ૧૮.૫૯ કરોડ રૂ! ના મહા કૌભાંડમાં અસલી કચેરીના સાહેબો ઊંઘતા ઝડપાયા!

દાહોદ ભા.જ.૫ સાંસદ અને ધારાસભ્યોએ સરકાર સમક્ષ નકલી સરકારી કચેરીઓ સામે મૌન તોડે આ જરૂરી છે!

દાહોદ તા. ૧૧

દાહોદ તા. ૧૧ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સરકારી કચેરીનાબહાર આવેલા ચોકાવનારા કૌભાંડ બાદ બોગસ કાર્યપાલ ઇજનેર એસ.આર.રાજપૂતે આદિવાસી દાહોદ જિલ્લામાં એક સાથે ૬ જેટલી નકલી સરકારી કચેરીઓ ખોલીને ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીમાં દાહોદ પ્રાયોજના કચેરી માંથી વિવિધ એવા ૧૦૦ કામોની દરખાસ્તોની વહીવટી મંજૂરીઓ મેળવીને અંદાજે ૧૮, ૫૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટના નાણા મેળવી લઈને સરકાર સાથે છેતરપિંડી કરવાના આ નકલી સરકારી કચેરીઓના બહાર આવેલા મહા કોભાંડના પગલે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર અને સત્તાધારી ભાજપનો પણ રાજકીય માહોલ બરાબર ગરમાયો છે. એટલા માટે કે એક બે નહીં પરંતુ ૬ જેટલી નકલી સસ્કારી કચેરીઓના કાર્યપાલક ઇજનેર એસ. આર. રાજપુત (સંદિપ રાજપુત ) દ્વારા મોકલવામાં આવેલા વિવિધ વિકાસના ૧૦૦ જેટલા કામોની દરખાસ્તોને દાહોદ પ્રાયોજના કચેરીના તત્કાલીન પ્રાયોજના વહીવટદારો દ્વારા મંજૂરી આપીને ૧૮, ૫૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ત્યાં સુધી દાહોદ પ્રાયોજના કચેરીના સત્તાધીશોથી લઈને સંલગન વહીવટી તંત્ર અંધારામાં રહ્યું હોય વાત ગળે ઉતરે એમતો નથી જોકે દાહોદ જિલ્લાના ઝાલોદ,દાહોદ અને બોડેલી ની જેટલી નકલી સરકારી કચેરીઓના નામે આચરવામાં આવેલા આ મહા કૌભાંડના ગુના ની તપાસ દાહોદ એ.એસ.પી.કે. સિદ્ધા દ્વારા શરૂ કરવામાં આવી છે. એમાં નકલી સરકારી કચેરીઓના કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતના આ મહા કૌભાંડ માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ અસલી કચેરીના અધિકારીઓની ભૂમિકાઓ તપાસો દરમ્યાન બહાર આવવાની સંભાવનાઓ છે!જોકે દાહોદ જિલ્લાના ઝાલોદ,દાહોદ અને બોડેલી ની ૬ જેટલી નકલી સરકારી કચેરીઓના નામે આચરવામાં આવેલા આ મહા કૌભાંડના ગુના ની તપાસ દાહોદ એ.એસ.પી .કે. સિદ્ધાર્થ દ્વારા શરૂ કરવામાં આવી છે. એમાં નકલી સરકારી કચેરીઓના કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતના આ મહા કૌભાંડ માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ અસલી કચેરીના અધિકારીઓની ભૂમિકાઓ તપાસો દરમ્યાન બહાર આવવાની સંભાવનાઓ છે !

કાર્યપાલક ઈજનેર નર્મદા સિંચાઈ નહેર વિભાગનં-૩ ડભોઇની કાર્યક્ષેત્ર બહારનીનકલી સરકારી કચેરી સૌથી વધુ ૧૦.૬૨ કરોડ રૂ! લઈ ગઈ!

બોડેલી બાદ દાહોદ જિબ્રામાં ૬૮ બોગસ સરકારી કચેરીઓ શરૂ કરવાના નકલી ચંપાલક ઈજનેર સંદીપ રાજપુતના બહાર આવેલા ચોકાવનારા મહા કૌભાંડ માં ચોકાવનારી અતિ ગંભીર બાબતો એ છે કે કાર્યપાલક ઇજનેર નર્મદા સિંચાઇ નહેર વિભાગ ને- ૩ભાઈ ની સરકારી કચેરી કે જે દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતી નથી આ કચેરી રાસન૨૦૨૦-૨૦૨૧માં વિવિધ કામોની મોકલવામાં આવેલી ૪૯ દરખાસ્તને દાહોદ પ્રાયોજના ચેરીનાતત્કાલીન સમયના પ્રાયોજના વહીવટદાર દ્વારા વહીવટી મંજુરીઓ આપવામાં આવી એમાં સૌથી વધારે ૧૦.૬૨ કરોડ રૂપિયાના નાંણાકીય ચૂકવવાઓ ના વહીવટનું પોત પ્રકાશના ભારે ચકચાર પ્રસરી જવા પામી છે

દાહોદના પ્રાયોજના વહીવટદારોએ સાંસદ અને ધારાસભ્યોને અંધારામાં રાખીને દ નકલી સરકારી કચેરીઓના ૧૦૦કામોની વહીવટી મંજૂરીઓ કેવી રીતે આપી હશે!

આદિવાસી બાહુબલ્ય ગણાતા દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ પ્રાયોજના કચેરીના પ્રાયોજના વહીવટદાર દ્વારા કેન્દ્ર સરકાર અને

રાજ્ય સરકાર મારફતે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ના વિવિધ વિકાસના કામો સંદર્ભમાં દાહોદના સંસદસભ્ય સાથે પરામર્શ કર્યો બાદ પારાસભ્યો અગર તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો સાથે મોકલવામાં આવેલા વિવિધ વિકાસના કામોને અગ્રિમતાઓના વહીવટના આધારે આ દરખાસ્તોને મંજૂર કરીને વહીવટી મંજૂરીઓ આપવામાં આવે છે. દહોદ પ્રાયોજના કચેરી દ્વારા મંજૂર કરાયેલા આ કામો અને ચુકવણાઓના સંપૂર્ણ પ્રગતિ અહેવાલ દર ત્રણ મહિને દાહોદના સંસદસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાતી દિશા કમિટીની બેઠકમાં દરેક સરકારી કચેરીઓના અધિકારીઓ, ધારાસભ્યો અને કમિટીના સભ્યો સમક્ષ લેખિત અહેવાલ મૂકવામાં આવતો હોવાની વહીવટી ફરજોની પરંપરાઓ છે ! આમ છતાં પણ દાહોદ જિલ્લાના સત્તાપીશો સંસદસભ્ય અને ધારાસભ્યો ને ૬ નકલી સરકારીઓના નકલી કાર્યપાલક ઇજનેર એસ.આર. રાજપુત ૧૦૦જેટલા વિવિધ વિકાસના કામોની વહીવટી મંજૂરીઓ લઈને ૧૮. ૫૯ કરોડ રૂપિયાના વટભેર ખંખેરી ગયો અને ગંધ સુધ્ધના આવે આ કેટલા અંશે યોગ્ય કહેવાશે!

દાહોદની અસલી પ્રાયોજના કચેરીના ૬ નકલી સરકારી કચેરીઓ સાથે કરેલા ૧૮.૫૯ કરોડ રૂ! ના વહીવટમાં કૌભાંડ આચરાયો.

દાહોદ પ્રાયોજના કચેરીના ૬ બોગસ સરકારી કચેરીઓના કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપુત સાથે દલા તરવાડી જેવા ૨૦૧૮થી ૨૦૨૩સુધીના રેડ કાર્પેટ જેવા વહીવટો ના બહાર આવેલા ૧૮.૫૯ કરોડ રૂપિયાના ચોકાવનારા આ મહાકૌભાંડની સિલસિલા બધ હકીકતો માઁ (1) નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પેટા વિભાગ નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા વિભાગ ઝાલીદને ૨૦૧૮-૧૯માં ૭ કામોના ૧,૧૦,૦૮,૬૦૦રૂ! અને ૨૦૧૯-૨૦૨૦મા ૧૨ કામો ના ૭૮,૩૯,૯૮૪ રૂ! ના ચુકવણાઓ (૨) કાર્યપાલક ઈજનેર નર્મદા સિંચાઈ નહેર વિભાગનં-૩ડભોઇને ૨૦૨૦-૨૧ માં ૪૬ કામો માટે ૧૦,૬૨,૯૯,૯૯૪ રૂ! ના ચૂકવળાઓ (૩) કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન દાહોદ રોડ ઝાલોદને ૨૦૨૧-૨૦૨૨ મા ૬ કાર્મોના ૨૯,૯૯.૪૦૦રૂ! ના ચૂકવણાઓ (૪) કાર્યપાલક ઇજનેર સિચાઈપ્રોજેક્ટ ડિવિઝન ૨ દાહોદ નર્મદાનગર કોલોની ઝાલોદને ૨૦૨૦-૨૦૨૧મા ૨૯,૯૯,૪૦૦૨નાચુકવણાઓ (૫) કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટડિવિઝન આઇ.ટી.આઇ નીબાજુમાં દાહોદ ને ૨૦૨૧-૨૦૨૨માં ૪ કામો માટે ૧,૦૮,૫૦,૦૦૦રૂ! ના ચુકવણા અને (૬) કાર્યપાલક ઈજનેર પાઈપ લાઇન પ્રોજેક્ટ ડિવિઝન દાહોદને ૨૦૨૧-૨૦૨૨ મા ૨ કામો ના ૮૦,૦૦,૦૦૦અને ૨૦૨૨- ૨૦૨૩મા ૫ કામોના ૧,૭૪,૦૦,૦૦રૂ! ના ચુકવણાઓ કરવામાં આવ્યા હતા!

નકલી કચેરી કૌભાંડમાં દાહોદ ડિવિઝન ના એએસપી દ્વારા તપાસનો ધમધમાટ માટે આરંભ કર્યો.

સંદીપ રાજપુત હાલ છોટાઉદેપુરમાં રિમાન્ડ ઉપર છે અને તેને સાથ આપનારી ટોળકીને જેલ હવાલે કરવામાં આવી છે. દાહોદમાં કૌભાંડની ફરિયાદના તપાસ અધિકારી એએસપી કે સિદ્ધાર્થે જણાવ્યુ હતુ કે, છોટાઉદેપુરથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સંદીપ રાજપુતની ધરપકડ કરવામાં આવશે. તેણે કઇ રીતે અને કયા પ્રકારનું કૌભાંડ આચર્યુ છે, તેની સાથે અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે તપાસ બાદ જ સામે આવે તેમ છે. બીજી તરફ દાહોદની પ્રાયોજના કચેરી દ્વારા 2018થી 2023 સુધી મંજુરી માટે આવેલી તમામ દરખાસ્તો તથા દરખાસ્તના કામોના મંજુર કરેલા હુકમની ખરી નકલો તેમજ અલગ-અલગ ચેકના સ્ટેટસ રિપોર્ટની ખરી નકલો, ઇ-પેમેન્ટ પત્રકની ખરી નકલો પોલીસને આપી દીધી છે. તેના આધારે પોલીસ દ્વારા હાલ ધીમી પણ મક્કમ ગતિએ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!