મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગરબાડા પોલીસનું મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મીનાંક્યાર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું..
દાહોદ તા. ૪
આગામી સમયમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ના બ્યુગલ વાગી ચૂક્યા છે અને તારીખ 17 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે જેને લઇને મધ્યપ્રદેશ તેમજ ગુજરાત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે ત્યારે આજે ગરબાડા પોલીસ મથકના પી એસ.આઇ જે.એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મધ્યપ્રદેશને જોડતી મીનાંક્યાર બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું
પોલીસે દ્વારા મધ્ય પ્રદેશને જોડતી જુદીજુદી ચેકપોસ્ટો ઉપર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખ ને જે કે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ અનિરછનીય ન મને તેમ જ અસામાજિક તત્વો ઉપર અંકુશ લગાવી શકાય તે માટે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું…