Saturday, 27/07/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ખાતે અનોખી રીતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

October 25, 2023
        1004
ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ખાતે અનોખી રીતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ખાતે અનોખી રીતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

દશેરા નિમિત્તે જાંબુડી ખાતે તલવારબાજી તથા તિરંદાજી સ્પર્ધાઓ યોજવામાં આવી

આપણામાં રહેલ લોભ,લાલચ, માયા,કામ,ક્રોધ,ઈર્ષા,અદેખાઈ જેવા રાવણનો નાશ કરી વિજયા દશમીની ઉજવણી કરવી જોઈએ:શંકરભાઈ કટારા

સુખસર,તા.૨૫

ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ખાતે અનોખી રીતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ગામે વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ગામમાંથી વડીલો,યુવાનો અને માતાઓ,બહેનો હાજર રહ્યા હતા.ઉપસ્થિત સૌને શંકરભાઈ કટારા દ્વારા શાસ્ત્ર પૂજન કેમ કરવામાં આવે છે મ?અને કેવી રીતે કરવામાં આવે છે? તેની સમજ આપવામાં આવી હતી. સાથે-સાથે આદિવાસી સમાજના શસ્ત્રો જેવા કે તીર-કામઠો,તલવાર, ભાલો,કુહાડી, ધારીયુ,ગોફણ વગેરે દરેક ઘરમાં પહેલાના સમયમાં જોવા મળતા હત.પરંતુ હાલમાં આ શસ્ત્રો ધીરે ધીરે ઓછા થતા જોવા મળે છે. જેથી દરેકને આ શસ્ત્ર પોતાના ઘરમાં રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે આ શસ્ત્રોનો ઉપયોગ અને તેને ચલાવતા પણ આવડવું જોઈએ તથા તેનો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી.સાથે તલવારબાજી સ્પર્ધા અને તીરંદાજી સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં દિનેશભાઈ કટારા તિરંદાજીમાં અને નિરવભાઈ કટારા બીજો નંબર પ્રાપ્ત થયો હતો. તેઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ.સાથે તલવારબાજી સ્પર્ધામાં સોમજીભાઈ કટારા અને શિશુભાઈ કટારાએ ત્રણ તલવાર રમીને બંને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ આદિવાસી સમાજની ઓળખ છે,આ સમાજે એકલવ્યના વંશજ છે,આઝાદીની લડતમાં પણ સમાજનો સિંહ ફળો રહેલો છે.જેવી માહિતી અને જાણકારી આપી હતી. સાથે-સાથે વિજયના તહેવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં દશેરાના દિવસે ભગવાન રામ એ રાવણ પર વિજય મેળવ્યો હતો.આ સત્ય અને અસત્ય પર ધર્મનો અધર્મ પર ન્યાયનો અન્યાય પર વિજય એટલે વિજયાદશમી.રામ એટલે સત્ય અને રાવણ એટલે અસત્ય હાલમાં દરેક ના મનમાં રાવણ વાસ કરે છે.તો આપણે આપણી અંદર રહેલા લોભ, લાલચ,માયા,કામ,ક્રોધ,ઈર્ષા,અદેખાઈ જેવા રાવણનો નાશ કરીને સાચા અર્થમાં વિજયાદશમીનો તહેવાર ઉજવણી કરી ગણાશે.આ રીતે માહિતી,જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!