ઈલિયાશ શેખ :- સંતરામપુર
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના; મહીસાગરમાં એક આચાર્ય એ સગીરા પર દુષ્કર્મ આચર્યું
સંતરામપુર તા. ૧૫
મહીસાગરમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના બની છે જ્યાં એક ગુરુ હેવાન બન્યો, નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. સંતરામપુર તાલુકાના જાનવડ ગામની હાઇસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. આચાર્ય રાજેશ પટેલ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે
પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે તાપસ હાથ ધરી છે.સગીરાને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે, આરોપી રાજેશ પટેલ વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ આઇપીસી કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર ભોગ બનનાર સગીરા આચાર્ય રાજેશ પટેલની પૂર્વ વિદ્યાર્થિની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ડીવાયએસપી, પી.એસ.વળવી,મહીસાગરએ જણાવ્યું હતું કે, જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલ ગઈકાલે પોતાની એક વિદ્યાર્થીનીને લુણાવાડા ટાઉન ખાતે મળેલી તે વિદ્યાર્થીનીને ચા પીવા માટે ઘરે ચાલ એમ કરી બોલાવી ફોસલાવી પટાવી પોતાના કોઈક મકાને લઈ ગયો હતો અને તેની ઉપર બળાત્કાર કરેલ છે અને આ બાબતે લુણાવાડા ટાઉન પોલીસમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ ચાલુ છે અને આ કેસની તપાસ લુણાવાડા ટાઉન પી આઈ, એ.એન.નિનામા કરી રહ્યા છે.