Wednesday, 04/12/2024
Dark Mode

લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવેની ઘટના એસટી બસની અડફેટે એકટીવા સવાર દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે મોત:પતિ સહીત અન્ય બે ઇજાગ્રસ્ત.. 

October 14, 2023
        3160
લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવેની ઘટના એસટી બસની અડફેટે એકટીવા સવાર દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે મોત:પતિ સહીત અન્ય બે ઇજાગ્રસ્ત.. 

લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવેની ઘટના 

એસટી બસની અડફેટે એકટીવા સવાર દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે મોત:પતિ સહીત અન્ય બે ઇજાગ્રસ્ત..

પુર ઝડપે આવતી એસટી બસના ચાલકે એકટીવા તેમજ ઈકો ગાડીને અડફેટમાં લેતા ઇકો ગાડી પલ્ટી મારી: એસટી બસનો ચાલક ફરાર..

લીમખેડા તા.13

લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામ નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગોધરા તરફથી પૂર ઝડપે આવતી એસટી બસે આગળ ચાલતી એક્ટિવા મોપેડ સવાર દંપતી તેમજ ફોરવીલ ગાડી ને અડફેટમાં લેતા એકટીવા ચાલક દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પતિના શરીરના તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે બસની ઍડફેટમાં આવેલી eeco ગાડી પલટી મારતા eeco ગાડીમાં સવાર ચાલકને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. ઉપરોક્ત બનાવમાં અકસ્માત સર્જનાર એસટી બસનું ચાલક પોતાનું વાહન લઇ ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો.જે સબંધે મરણ જનાર મહિલાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા લીમખેડા પોલીસે એસટી બસના ચાલક વિરુધ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ લીમખેડા તાલુકાના પાણીયા ગામે રહેતા રોશન ભાઈ તેમજ તેમની પત્ની ભૂમિકાબેન ગતરોજ પોતાના કબજા હેઠળની Gj-20-AN-6168 નંબરની એકટીવા મોપેડ લઈને પ્રતાપપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા Gj-18-Z-8168 એસટી બસના ચાલકે પોતાનું વાહનપુર ઝડપે હંકારી લાવી હાઈવે પર ચાલી રહેલા એકટીવા ચાલક રોશન ભાઈ તેમજ ભૂમિકાબેનની મોપેડ ગાડીને ટક્કર મારતા મુકેશ સવાર બંને પતિ પત્ની જમીન પર પટાકાતા બંનેને શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ભૂમિકાબેનનું સ્થળે મોત નીપજવામાં આવ્યું હતું. આ દરમિયાન એસટી બસના ચાલકે Gj-04-AB-2345 નંબરની eeco ગાડી ને ટક્કર મારતા eeco ગાડી ગાડીમાં સવાર ચાલકને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. જે બાદ અકસ્માત સર્જનાર એસટી બસનો ચાલક પોતાનું વાહન સ્થળ પરથી ભગાડી ફરાર થઈ ગયો હતો.

 ઉપરોક્ત બનાવ સંદર્ભે મરણ જનાર ભાવનાબેન રોશન ભાઈ ના પિતા લીમખેડા તાલુકાના લુખાવાડા ગામના વિજયભાઈ સાયલાભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!