
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે ગટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી
ફતેપુરા તા. ૩
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા પંચાયતની નાણાપંચની ગ્રાન્ટમાંથી ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝાલોદ તાલુકાના લીમડી ખાતેના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને ગટર બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે.આ કોન્ટ્રાક્ટર દ્વારા કરાતી ગટરની આ કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળે છે.અહીં ચાલતી ગટરની કામગીરીમાં રહેણાંક મકાનોમાંથી નીકળતા ઘર વપરાશના પાણી બંધ કરાવ્યા વગર કામગીરી ચાલુ કરાતા પાણીના વહેણ સાથે કામગીરી કરવામાં આવતી હોવાનું અહીં દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
હવે આ રીતે ચાલતી કામગીરી થી ગટર કેટલા અંશે મજબૂત બનશે ગટર બનશે તો ટકશે?હાલ માં ગટરનું તળિયું પણ ધોવાતું જતું હોવાનું સ્પષ્ટ પણે જોવાઈ રહ્યું છે.ત્યારે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ તેમજ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીર લેવામાં આવે અને આ બાબતે સ્થળ પર આવી ચકાસણી કરવામાં આવે અને આવી કામગીરી અટકાવીને ધારા ધોરણ મુજબની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.