ઝાલોદના ઠુઠી કંકાસીયા ચોકડી પાસે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના અધ્યક્ષતામાં જનમંચ કાર્યક્રમ યોજાયો..
ઝાલોદ તા. ૨
ઝાલોદના ઠુંઠી કંકાસિયા ચોકડી પાસે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના અમિતભાઇ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જનમંચનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જે કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા અને ઝાલોદ તાલુકાના આસપાસના ગામોમાંથી ઉમટેલી જનમેદનીએ જનમંચ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નોની રજુઆત કરી વિધાનસભામાં આ બાબતો ને ચર્ચામાં લઇ જલ્દીથી પ્રશ્નોનો નિકાલ થાય અને જનતાને ન્યાય મળે તેમ કરવા રજુઆત કરવામાં આવી હતી.જેમાં તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ વિરોધ પક્ષ નેતા અમિતભાઇ ચાવડા એ જાહેર જનતાના પ્રશ્નો જે લોકો એ લેખિતમાં આપ્યા હતા. તે તમામ પ્રશ્રોને વાચા આપવાનુ વચન આપ્યું હતુ.અને જરૂર પડે તો રસ્તા પર ઉતરી જેલમાં પણ જવાની તૈયારી બતાવી હતી. કાર્યક્રમ બાદ અમિતભાઇ ચાવડા લીમડી ગ્રામ પંચાયતના ડંપિગ સાઇડ ઉપર કાર્યકર્તા ઓ સાથે રજુઆતને ધ્યાનમા રાખી મુલાકાતે ગયા હતા.જયાં સ્થાનિક લોકોની રજુઆત સાંભળી ડંપિગ ના લીધે માછણ નદીમાં કચરાના ઢગલાના કારણે જે દુષિત થયેલ પાંણી લીમડી શહેર અને આજુબાજુના લોકો પીવા માટે ઉપયોગમાં લેતા હોઇ વાયરલ ઇન્ફેકશનથી લોકો બિમાર પડતા હોવાથી આ ડંપિગ સાઇડ બંધ કરી રહીશોને ચોખ્ખું પાણી મળે અને સ્વચ્છ હવા મળે તે માટે રજુઆત કરવા અને ન્યાય અપાવવાનુ વચન આપ્યું હતુ. આ કાર્યક્રમ માં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનામા, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી,યુથ પ્રમુખ સંજય નિનામા,આદિવાસી પ્રમુખ મુકેશભાઇ ડામોર.માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ.માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા.વજેસિંહ પણદા શહેર પ્રમુખ મુકેશ વસૈયા સહિત ઝાલોદ તાલુકા ના મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.