Thursday, 30/11/2023
Dark Mode

પોતાના સાહિત્ય થકી તેમજ ગુજરાતી ભાષામાં ભાષાશુદ્ધિના કાયૅ થકી સમગ્ર દાહોદ જિલ્લાનું ગૌરવ વધારનાર વજેસિંહ પારગી સાહેબને ભાવાંજલિ અર્પણ કરવા માટેનો કાયૅક્રમ..

October 2, 2023
        664
પોતાના સાહિત્ય થકી તેમજ ગુજરાતી ભાષામાં ભાષાશુદ્ધિના કાયૅ થકી સમગ્ર દાહોદ જિલ્લાનું ગૌરવ વધારનાર વજેસિંહ પારગી સાહેબને ભાવાંજલિ અર્પણ કરવા માટેનો કાયૅક્રમ..

રાજેશ વસાવે :- દાહોદ 

પોતાના સાહિત્ય થકી તેમજ ગુજરાતી ભાષામાં ભાષાશુદ્ધિના કાયૅ થકી સમગ્ર દાહોદ જિલ્લાનું ગૌરવ વધારનાર વજેસિંહ પારગી સાહેબને ભાવાંજલિ અર્પણ કરવા માટેનો કાયૅક્રમ..

દાહોદ તા. ૨

દાહોદ જીલ્લામાં આવેલા ઈટાવા ગામમાં જન્મેલા વજેસિંહ પારગી સાહેબના નામથી ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા લગભગ તમામ મહાનુભાવો પરિચિત હશે જ.. તેઓએ કઠલા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જે પછીથી ઉચ્ચ અભ્યાસ એમ વાય હાઈસ્કૂલ તથા ભીલ સેવા મંડળમાં પણ કર્યો હતો. આ ઉપરાંત વિવિધ અખબારો, સામયિકોમાં પ્રૂફરીડર તરીકે તથા ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટમાં પોતાનુ અડધું આયખું શૈક્ષણિક રીતે કાયૅ કરતા વિતાવ્યું હતું. જેમણે પોતાના આ કામ થકી સમગ્ર ગુજરાત, દેશ તથા સાત સમુંદર પાર યુ કે સુધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેઓએ જોડણી અને વ્યાકરણ આધારિત ભૂલો બતાવી,જેની નોંધ બી બી સી ગુજરાત તથા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવા પ્રતિષ્ઠિત અખબારોએ પણ લીધી હતી.‌

    જન્મથી લઈને આજીવન શારીરિક, આર્થિક પીડા વચ્ચે પોતાના સબળ આત્મવિશ્વાસ, સખત મહેનત, આત્મબળ થકી ગુજરાતભરના સાહિત્યકાર, લેખકો અને કવિઓ વચ્ચે પોતાની આગવી છાપ સ્થાપિત કરનાર વજેસિંહ સાહેબનું ૨૩/૦૯/૨૦૨૩ એ દેહાવસાન થયું હતું. 

 ‌

આજે દાહોદ ખાતે આવેલા કમ્યુનિટી એન્ડ કલ્ચરલ હોલમાં ગુજરાત ભરમાંથી આવેલા વિવિધ લેખકો, કવિઓ, સાહિત્યકારો, સમાજના અગ્રણીઓ, શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સાદર ભાવાંજલિ પાઠવી હતી. સૌ પ્રથમ દાહોદના નામાંકિત ગાયક એવા શ્રી રાજુભાઇ ગોહિલે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ગાઈને ગાંધી મૂલ્યને આજીવન આચરણમાં મૂકનાર વજેસિંહ પારગી સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.‌ વજેસિંહ ભાઈના પરિવારજનોએ દીપ પ્રગટાવી આ દિવ્ય ચેતના ને શ્રધ્ધાસુમન સહ ફૂલ અર્પણ કર્યા હતા.

‌ જુદા જુદા વ્યક્તિઓએ તેમના કાયૅને બિરદાવતા યાદ કરતા સત્યવક્તા, જોડણી, વ્યાકરણના ખૂબ જ સજાગ પ્રૂફરીડર, સામાજિક ચેતનાના પ્રહરી, ગુજરાતી ભાષાના પ્રબુદ્ધ કવિ, લેખક તથા ગુજરાતી ભાષાના સાચા રખેવાળ સમાન, ઉમદા મિલનસાર વ્યક્તિત્વ તરીકે યાદ કર્યા હતા.‌તો વળી ગુજરાત સાહિત્ય અકાદમી યુ. કે એ પણ પોતાનો શોક સંદેશ પાઠવ્યો હતો. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૨૧ થી વધુ વ્યકિત વિશેષોએ ભાવાંજલિ અર્પણ કરી હતી. 

 ધારાસભ્ય દાહોદના કનૈયાલાલ કિશોરી સાહેબે પણ પોતાના તેમજ વજેસિંહ પારગી સાહેબના મિત્રતા પૂર્ણ સંબંધની વાત કરી તથા તેમના સાહિત્ય ના કામને ચોક્કસ આજીવન ઓળખ મળી રહે એ માટે રચનાત્મક કાર્ય કરવા સૌને આહ્વાન કર્યું.

   આ તબક્કે સગા સ્નેહીજનો ,કવિઓ , લેખકોએ વજેસિંહ પારગી સાહેબની વિવિધ કવિતાઓનું પઠન કર્યું હતું.

 આમાં દાહોદ જિલ્લામાં જન્મેલ ભાષા શુધ્ધિના આગ્રહી, પ્રૂફરીડર, કવિ તેમજ સામાજિક સંવેદનાઓ વિશે વધુ જાગ્રત એવા વિભૂતિ સમાન વ્યક્તિ કે સમગ્ર વિશ્વ ફલક પર જેમના કામની સાહિત્યની નોંધ લેવાઈ હોઈ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જેમાં જુદાં જુદાં જિલ્લામાંથી આવેલા વજેસિંહ પારગી સાહેબ સાથે સાહિત્યિક, પારિવારિક તથા સામાજિક રીતે જોડાયેલા કાનજીભાઈ પટેલ, મહર્ષિ શુક્લ, ચંદુભાઈ પ્રજાપતિ, મૌલિકભાઈ, ભરતભાઈ જાદવ, પ્રવિણભાઇ જાદવ, બાબુભાઈ સંગાડા, શૈલેષ ચૌહાણ, સતિષ ચૌહાણ, કવિ પ્રવિણસિંહ ખાંટ, વિનુભાઈ બામણીયા , કૌશિક પટેલ, દિલિપસિંહ પુવાર, નૈષધ મકવાણા , રાજેશભાઈ ભાભોર, વિનોદભાઈ ભાભોર, ભૂપેશભાઈ ડામોર, દાહોદના પત્રકાર સચિન દેસાઈ તથા અન્ય મિત્રો એ પોતાની શબ્દ રચના થકી પોતાની શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાંથી લગભગ ૨૧ જેટલા વિશેષ વ્યક્તિઓ દ્વારા વજેસિંહ પારગી સાહેબને શ્રધ્ધાંજલિરૂપે સંદેશ મોકલ્યા હતા

     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!