કલા જગતના વધુ એક કલાકારે જિંદગીના રંગમંચમાંથી લીધી કાયમી વિદાય: કલા જગત શોકમાં ગરકાવ…
દાહોદમાં “બે અઢી ખીચડી કઢી” નામક નાટક ભજવવા આવેલા 39 વર્ષીય નાટ્ય અને ટીવી કલાકાર ભાસ્કર ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત..
જીવનના અંતિમ સાંસ સુધી પોતાની અદાથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર કલાકારની અકાળે વિદાયથી કલા જગત સ્તબ્દ….
નાટક પૂર્ણ કર્યા બાદ હૃદય રોગનો હુમલો આવતા ભાસ્કર ભોજકને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયા..
ભાસ્કર ભોજકનો પાર્થિવદેહ મોડી રાત્રે એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ જવા રવાના..
દાહોદ તા. ૧
અનેકવિધ પાત્ર ભજવી પોતાની કલા થકી મનોરંજન સાથે પ્રેરણાત્મક સંદેશા વહેતા કરનાર એક અદના કલાકારે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી જિંદગીના રંગમંચ માંથી કાયમી વિદાય લેતા બનાવથી દાહોદ સહિત સમગ્ર ગુજરાત કલા જગતમાં ગમગીની ફેલાઈ જવા પામી છે “બે અઢી ખીચડી કઢી” નો સ્ટેજ શોની અંતિમ ઘડીઓ કલાકાર ભાસ્કર ભોજક માટે અંતિમ ક્ષણ બની અત્રે ના ખાનગી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ના તબીબે મૃત જાહેર કરતા જ હર્દય દ્રાવક દૃશ્ય સર્જાયા હતા.જે બાદ સાથી નાટ્ય કલાકારો સહિત હોસ્પિટલ ખાતે આવેલા અગ્રણીઓ નગર પ્રમુખવિગેરેની આંખો અશ્રુભીની થવા પામી હતી.
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પટાંગણમાં એમ્ફી થિયેટર ખાતે ગુજરાતના ખ્યાતનામ સંજય ગોરડ્યા અને તેમની ટીમ હાલમાં ધૂમ મચાવી રહેલા નાટક બે અઢી ખીચડી કઢી ભજવવા આવ્યા હતા. આ ટીમમાં નાટ્ય અને ટીવી કલાકાર 39 વર્ષના કલાકાર ભાસ્કર ભોજક પણ હતા.કે જેઓએ આ નાટકમાં બેવડી ભૂમિકા નિભાવી હતી.ખુબજ પ્રશંસા મેળવી હતી પરંતુ એમને ક્યાં ખબર હતી કે આજના દિવસે એમની આ છેલ્લી ડ્યુટી હતી. નાટક પરિપૂર્ણ થયાના છેલ્લા ક્ષણે જ્યારે કલાકારોની અપાઈ રહી હતી તે જ ક્ષણે તેઓની તબિયત પથડતા તેઓ પડદા પાછળથી સ્ટેજ ઉપર આવી શક્યા નહોતા. પરંતુ ત્યાં જ તેઓ ભટકાતા ડોક્ટરને કોલ કરવામાં આવ્યા હતા.જે બાદ તાબડતોડ દોડી આવેલા ડોક્ટરોએ તાત્કાલિક તેમની સંભાળ લીધી હતી અને સારવાર શરૂ કરી હતી પીસીઆર સહિતની સારવાર હતી તે દરમિયાન એમ્બ્યુલન્સ બોલાવી લેવાતા બેભાન અવસ્થામાં આવેલા કલાકાર ભાસ્કરભાઈને અત્રેના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી પરંતુ એક ઉચ્ચતમ કોટી ના કલાકાર ને બચાવી શકાયા નહોતા અને તબીબોએ આખરે તેઓને મૃત જાહેર કર્યા હતા હોસ્પિટલ ખાતે દોડી આવેલા સંસ્થાના હોદ્દેદારો સાથી કલાકાર મિત્રો નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.તો મોડી રાત્રે પણ વાયુઓગે વાત ફેલાતા સમગ્ર કલાજગતમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.દાહોદ ખાતેનો શો 39 વર્ષીય કલાકાર ભાસ્કરભાઈનો અંતિમ શો બની રહ્યો હતો.. સામાન્ય રીતે રંગમંચ પરથી સામાજિક સંદેશાઓ સાથે ઉપસ્થિત જનમેદનીને રડાવનાર હસાવનાર આ કલાકાર મિત્રોએ જિંદગીના રંગમંચને અલવિદા કરી જનાર સાથી કલાકારને ગુમાવતા પોક મૂકી રડવાનું શરૂ કરતાં ભારે હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
મોડી રાત્રે સૌ કલાકાર મિત્રોને મોતને ભેટનાર ભાસ્કર ભોજક ના મૃતદેહ સાથે એમ્બ્યુલન્સ મારફતે ભારે હૈયે મુંબઈ ખાતે રવાના કર્યા હતા.તો શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા આજરોજ યોજાયેલા ગાંધી જયંતી નિમિત્તા લઘુનાટિકાના કાર્યક્રમને મુલતવી રાખી સૌ કલાકારોને દિલ સોજી પાઠવી મૃતક કલાકારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજરોજ દાહોદમાં આ નાટક કલાકારની ઘટના ચર્ચા ની એરણે રહેવા પામી હતી