
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
આનબાન અને શાન સાથે શ્રીજીએ ભક્તો વચ્ચેથી વિદાય લીધી.
સંજેલી તાલુકામાં દુધાળાદેવને અગલે વર્ષ આવવાના કોલ સાથે ગણેશજીને વળાવ્યા.
સંજેલી નગરમાં ઠેર ઠેર ડીજે ના તાલે ધામધૂમથી શોભાયાત્રા નીકળી.
શ્રીજીની શોભાયાત્રા માં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
સંજેલી તા.28
સંજેલી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 10 દિવસના ભવ્ય અતિથ્ય બાદ વિઘ્નહતાંને શુક્રવારે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરીયાના નારા સાથે સંજેલી નગર આખુ ગુંજી ઉઠ્યું હતું આનબન શાન અને અગલે બરસ તું જલ્દી આના ના કોલ સાથે વિદાય આપી. સંજેલી નગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પાછલા દસ દિવસથી અતિથ્ય માણી રહેલા 10 જેટલા ગણેશજીને વાંજતે ગાજતે ડીજે ના તાલે શોભાયાત્રા નગરમાં કાઢી પુષ્પ સાગર તળાવ, સમુંદર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન અબીલ ગુલાબ ઉડાડી ભારે હર્ષાબોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી સંજેલી નગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પાછલા 20 જેટલા ગણેશજીની સ્થાપના કરી હતી આજરોજ શુક્રવારના બપોરના બે વાગ્યાથી નગરમાં ડીજે ના તાલે વાજતે ગાજતે ટ્રેક્ટરમાં શ્રીજી ની શોભા યાત્રા કાઢી હતી. શ્રીજી ની શોભાયાત્રા સંજેલી નગર વિવિધ માર્ગો પર લઇ ઠેર ઠેર ફરવવામાં આવી હતી અને સંજેલી નું પ્રખ્યાત પુષ્પ સાગર તળાવ, સમુદ્ર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું નગરમાં ફરી રહેલી શોભાયાતાને ઠેર ઠેર આવકાર મળ્યો હતો અને હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ડીજેના તાલે ગરબા ની રમઝટ તેમજ ગુજરાતી ટીમલી સહિતના ગીતો સાથે નાચ ગાન વચ્ચે ભક્તોએ દુધાળા દેવ ગણેશજીને દસ દિવસના અતિથ્ય બાદ પગલે બરસ તુમ જલ્દી આના ના કોલ સાથે વિદાય આપે વિસર્જન કરવામાં આવ્યું..