રણધીપુર પોલીસ દ્વારા આગામી ગણેશ વિસર્જન લઈને ફૂટ પેટ્રોલિંગ યોજાયું…
જ્યારે સિંગવડ બજારના રસ્તે ફ્રુટ તથા શાકભાજીનું દબાણ કરતા તમામ વેપારીઓને દબાણ દૂર કરવા જણાવ્યું..
સીંગવડ તા. ૨૭
દાહોદ જિલ્લાના સિંગવડ ગામે રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે.રાઠોડ તથા સ્ટાફ દ્વારા 28 9 2023 ના રોજ સાંજે 5:00 કલાકે ગણેશ વિસર્જન હોય તેને ધ્યાનમાં લઈને સિંગવડ બજારમાં નીચવાસ બજાર પીપલોદ રોડ ચુંદરી રોડ પર ફરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું સાથે સાથે સિંગવડ બજારમાં શાકભાજી તથા ફળ ફ્રૂટની લારીવાળા ઓ ને પણ બે દિવસમાં રસ્તા પરનું દબાણ દૂર કરવા તથા પોતાની હાથ લારીઓ હટાવવા માટે જણાવ્યું હતું..