ઔરંગઝેબના શાસનકાળમાં 1678 માં બનેલા ગડીનો કિલ્લો ખંડેર બન્યો..
દાહોદમાં 345 વર્ષ જુના ગડીના કિલ્લાના મુખ્ય દ્વાર પર પોપડા ખરતા અવરજવર બંધ કરાઈ..
કિલ્લાના મુખ્ય દ્વારના પોપડા ખરતા નગરપાલિકાએ સલામતીની દ્રષ્ટિએ આડાશ મૂકી રસ્તો બંધ કર્યો..
જર્જરિત બનેલા કિલ્લામાં સરકારી કચેરી હોવાથી અવરજવર હોય છે.
દાહોદ તા.22
દાહોદ શહેરના મધ્યમાં આવેલા 345 વર્ષ ગડીના કિલ્લાના મુખ્ય દ્વાર પર પોપડા ખરતા દાહોદ નગરપાલિકાએ સલામતીની દ્રષ્ટિએ મુખ્ય દ્વાર પર આડાશ મૂકી રસ્તો બંધ કરી અવર-જવર બંધ કરી છે.જોકે આજરોજ વહેલી સવારે કિલ્લાના મુખ્ય દ્વાર પર પોપડા હતા. તે સમયે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની બનવા પામી નહોતી.અત્રે ઉલ્લેખનીય છે
કે ઈસ 1678 માં મુગલ શાસક ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન સુબેદાર આલમ ગીર દ્વારા મુસ્લિમ સમાજના ફકીરોના રહેઠાણ માટે શહેરના મધ્યે સરાય બનાવવામાં આવી હતી.જે બદલાતા સમયના વેણમાં સરકારી કચેરીઓમાં તબદિલ થતા આજે ગડીના કિલ્લા તરીકે ઓળખાય છે.હાલ આ કિલ્લામાં, પ્રાંત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ આઈબી જેવી કચેરીઓ તેમજ ગડીના કિલ્લા સાથે નિર્માણ પામેલી આલમગીર મસ્જિદ કાર્યરત હોવાથી અહીંયા અરજદારો તેમજ અન્ય અધિકારીઓની અવરજવરના કારણે કચેરીના સમય દરમિયાન ઘડીનો કિલ્લો ટ્રાફિકથી ધમધમતો રહે છે.
જોકે આજરોજ પાલિકા તરફથી પ્રાંત કચેરીએ આવતા ગડીના મુખ્ય દ્વાર પર પોપડા ખરતા નગરપાલિકા તંત્ર સલામતી ની દ્રષ્ટિએ મુખ્ય દ્વાર પર આડાસો મૂકી રસ્તો બંધ કરી દેતા સરકારી કચેરીઓમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.