આતુરતાનો અંત:દાહોદની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે..
ઐતિહાસિક સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવનું 27 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ યોજાશે…
આગામી 27 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે..
સ્માર્ટ સિટી અંતર્ગત 117.30 કરોડના ખર્ચે છાબ તળાવની કયાપલટ..
અઘતન સુવિધા અને સૌંદર્ય કરણથી પરિપૂર્ણ છાબ તળાવ..
અમદાવાદના કાંકરિયા તળાવની તર્જ પર છાબ તળાવની કાયાપલટ.
છાબ તળાવમાં, પ્લે એરિયા, બાગ બગીચા, સાયકલ ટ્રેક,વોકિંગ ટ્રેક સહિતની સુવિધા..
બોટિંગ, ક્રાફ્ટ બજાર, ફૂડ કોર્ટ, stp પ્લાન્ટની સુવિધા ઉભી કરાઈ..
દાહોદમાં પિકનિક તેમજ હરવા ફરવા માટે સુંદર મજાના સ્થળની શરૂઆત..
દાહોદ તા. ૨૨
દાહોદ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવનું સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત 117.30 કરોડના ખર્ચે અમદાવાદના કાંકરિયા લેકની તર્જ પર કાયા પલટ કરી અધ્યતન સુવિધા અને સૌંદર્ય કરણથી પરીપૂર્ણ થતા આગામી 27 મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં યોજાવા જઈ રહેલા વનમહોત્સવ તેમજ એજ્યુકેશન ના વિવિધ કાર્યક્રમો દરમિયાન વર્ચુયલી લોકાર્પણ કરી દાહોદ વાસીઓને સોગાદરૂપે સમર્પિત કરશે જેના પગલે દાહોદના એતિહાસિક સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવના લોકાર્પણ ની સાથે દાહોદની યસ કળગીમાં વધુ એક છોગું ઉમેરાશે તો આ એતિહાસિક પળને નિહાળવા માટે 5 હજારથી વધુ જન્મેદની ભેગી થશે જેની તૈયારીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓને અંતિમઓપ આપવા માટે જોતરાઈ ગયા છે
દાહોદની એતિહાસિક ધરોહાર સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ 874 વર્ષ પહેલા એટલેકે ઈસ 1149 માં અસ્તિત્વમાં આવ્યુ હતું સોલંકી સાશન કાળમાં રાજા સિધ્ધરાજ જયસિંહ પોતાની મોટી સેનાના રસાલા સાથે માલવા ઉપર ચડાઈ કરવા જઈ રહ્યા હતા તે સમયે તેઓએ દાહોદ ખાતે રોકાણ કર્યું હતું અને તે સમયે એક એક સૈનિકે એક માત્ર છાબડી ભરીને માટી બહાર કાઢતા 120 એકરમાં પથરાયેલો તળાવ અસ્તિત્વમાં આવ્યો હતો જે આગળ જતા છાબ તળાવમાં અસ્તિત્વમાં આવ્યો હતો
દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યા બાદ એતિહાસિક છાબ તળાવની કાંકરિયા લેકની તર્જ પર કાયા પલટ
2017 માં કેન્દ્રની મોદી સરકરની ડ્રિમ પ્રોજેક્ટ સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવેશ કર્યા બાદ 117.30 કરોડના ખર્ચે 90 એકરમાં પાથરાયેલા છાબ તળાવનું કાંકરિયા લેકની તર્જ પર કાયા પલટ કરવા માટેનો પ્રોજેક્ટ અમલમાં આવ્યો હતો અને છેલ્લા પંચ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સુવિધા અને સૌંદર્ય કરણ થાકી છાબ તળાવનું રીડેવલોપમેન્ટ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે
છાબ તળાવના સૌંદર્ય કરણ બાદ બે સ્થળે થી એન્ટ્રી” વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ
છાબ તળાવના સૌંદર્યકરણ બાદ તાલવમાં પ્રવેશવા માટે બે એન્ટ્રી પોઇન્ટ મુકવામાં આવ્યા છે એક સેફી હોસ્પિટલની સામે તેમજ બીજો રાત્રી બજારથી આમ બન્ને જગ્યાએથી પાર્કિંગની સાથે એન્ટ્રી ગેટ મુકવામાં આવ્યા છે તો તળાવમાં 2.5 કિમીનો સાઇકલ ટ્રેક, 2.5 કિમીનો જોગિંગ ટ્રેક, MP થિયેટર, સાઇકલિંગ, બોટિંગ, ગજેબો, યોગા સેન્ટર, તળાવ ની આસપાસ બન્ને તરફ ગાર્ડનની વ્યવસ્થા, ઓપન જીમ એરિયા, તળાવના પાણીના સુધીકરણ માટે 4 MLD નો STP પ્લાન્ટ, તળાવ ફરતે એરિએશન ફોર એરીટર્ન 360 kv નો સોલાર પ્લાન્ટ, ફાઉન્ટન, ફૂડકોર્ટ, તેમજ ક્રાફ બજારની પણ સુવિધા આ તળાવમાં ઉભી કરવામાં આવી છે જેમાં તમામ સુવિધા. માટે જુદા જુદા દરો નક્કી કરવામાં આવ્યા છે પરંતુ છાબ તળાવ ચાલુ થયા બાદ તે દરો ચાલુ કરવામાં આવશે..