Sunday, 08/09/2024
Dark Mode

બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા ત્રણ માસથી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો.!?   બેંક ગ્રાહકોના બંધ પડેલા ખાતા રી-ઓપન કરાવવા ત્રણ માસથી ૫૦૦ જેટલા બેંક ગ્રાહકો કતારમાં હોવાનું જણાવતા બેંક કર્મચારી!

September 21, 2023
        948
બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા ત્રણ માસથી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો.!?    બેંક ગ્રાહકોના બંધ પડેલા ખાતા રી-ઓપન કરાવવા ત્રણ માસથી ૫૦૦ જેટલા બેંક ગ્રાહકો કતારમાં હોવાનું જણાવતા બેંક કર્મચારી!

બાબુ સોલંકી :- સુખસર 

બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા ત્રણ માસથી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો.!?

બેંક ગ્રાહકોના બંધ પડેલા ખાતા રી-ઓપન કરાવવા ત્રણ માસથી ૫૦૦ જેટલા બેંક ગ્રાહકો કતારમાં હોવાનું જણાવતા બેંક કર્મચારી!

સુખસર,તા.૨૧ 

 ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય કૃત બેંક ઓફ બરોડાનો વહીવટ દિન-પ્રતિદિન કથળતો જતો હોવાનું બેક ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઉપરથી અંદાજી શકાય છે.જેમાં હજારો ગરીબ,વૃદ્ધ, વિધવા મહિલાઓ અને ખેડૂતો બેંક ઓફ બરોડામાં પોતાના ખાતા ધરાવે છે.અને લેવડ- દેવડ કરતાં આવેલ છે.જેમાં કેટલાક ખાતેદારોના ખાતા માં નાણાં જમા હોવા છતાં બેંક ગ્રાહકને જાણ કર્યા વગર બારોબાર બંધ કરી દેવામાં આવી રહ્યા છે.ત્યારબાદ બેંકમાં લેવડ-દેવડ કરવા જતા ખાતું બંધ હોવાનું અને નવેસરથી આ ખાતું ચાલુ કરાવવા ડોક્યુમેન્ટ સહિત ૫૦૦ રૂપિયા ભરપાઈ કરાવી ખાતા ચાલુ કરવામાં આવી રહ્યા છે.અને આ તમામ પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ પણ મહિનાઓ સુધી ખાતા ચાલુ કરવામાં નહીં આવતા અબુધ લોકો મહિનાઓ સુધી બેંકોમાં ધરમ ધક્કા ખાતા હોવાનું જાણવા મળે છે.તેવી જ રીતે બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં છેલ્લા ત્રણ માસથી ૫૦૦ થી વધુ બેંક ગ્રાહકો પોતાના બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા કતારમાં હોવા છતાં ચાલુ થયેલ નહીં હોવાનું જાણવા મળે છે.અને ક્યારે ચાલુ થશે તે બાબતે પણ બેંકના કર્મચારીઓ બેક ગ્રાહકોને સીધો જવાબ પણ આપતા નહીં હોવાની ચર્ચા સાંભળવા મળે છે.

         જાણવા મળેલ વિગતો મુજબ બેન્ક ઓફ બરોડા ફતેપુરા શાખામાં વહીવટી કર્મચારીઓની મનસ્વી કામગીરીથી ગરીબ અબુધ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.મોટાભાગે સ્ટાફ પણ આઉટ સ્ટેટનો હોય ગ્રામ્ય વિસ્તારના લોકોની ભાષા સમજી નહી શકતા જ્યારે બેન્ક કર્મચારીઓ ગામડાના બેક ગ્રાહકોની મુશ્કેલી નહીં સમજતા બેંક ગ્રાહકો મહિનાઓ સુધી બેંકના ધક્કા ખાતા હોવા છતાં ન્યાય નહીં મળતો હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે.જેમાંયે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોના ખાતાઓમાં વિવિધ સરકારી લાભો કે મહેનત મજૂરી કરેલ તેમજ ખેતીવાડીની બચત બેંકમાં જમા કરાવતા હોય છે.અને જરૂર પડ્યે આ નાણાં બેંકમાંથી ઉપાડતા હોય છે.પરંતુ બેંક દ્વારા મનસ્વી વહીવટ ચલાવી ખાતામાં નાણા હોવા છતાં અનેક ખાતેદારોના ખાતા બારોબાર બંધ કરી દેવામાં આવતા ગરીબ બેંક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.અને ફરીથી આ ખાતા ચાલુ કરાવવા ડોક્યુમેન્ટ સહિત રૂપિયા ૫૦૦ ખાતામાં જમા કરાવ્યા બાદ બંધ કરેલ ખાતા રી-ઓપન કરવામાં આવે છે.જોકે તેના માટે બેંક ગ્રાહકોને વાંધો નથી પરંતુ વાંધો તો ત્યાં છે કે તમામ ડોક્યુમેન્ટ સાથે ખાતામાં નાણા જમાવવા કરાવ્યા બાદ પણ મહિનાઓ સુધી ખાતા ચાલુ કરવામાં આવતા નથી.જેથી બેંક ગ્રાહકો પોતાનું ખાતું ચાલુ થયુ કે કેમ?તેની તપાસમાં નાણા અને સમયનો વ્યય કરી મહિનાઓ સુધી બેંક ઓફ બરોડા ફતેપુરા શાખાના ધરમ ધક્કા ખાતા હોવાનુ જાણવા મળે છે.

        ફતેપુરા તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા સુખસર તથા ફતેપુરા શાખામાં ગરીબ બેંક ગ્રાહકોને બેંકમાં લેવડદેવડ કરવા માટે વિવિધ પ્રકારની મુશ્કેલીઓ નડી રહી છે જેના લીધે કેટલાક બેન્ક ગ્રાહકો આ બેંકની કામગીરીથી ત્રાહિમામ પોકારી અન્ય બેન્કોમાં ખાતા ખોલાવવા મજબૂર બની રહ્યા છે તેમજ બેંક ઓફ બરોડા ના કથળતા જતા વહીવટમાં સુધારો કરવામાં નહીં આવે તો અન્ય રાષ્ટ્રીય કૃત અને સ્થાનિક બેંકોની હરીફાઈમાં બેંક ઓફ બરોડાની શાખાઓ પાછળ ધકેલાઈ જશે તેમ કહેવું અયોગ્ય નથી.

       મારી વૃદ્ધ વિધવા માં નું ખાતું બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં ચાલે છે. તેમજ મારા માં આગણવાડી તેડાગરમા નોકરી કરતા હતા ત્યારથી આ ખાતું ચાલે છે.અને હાલ નિવૃત્ત થયેલ છે. પરંતુ લેવડ-દેવડ બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાંથી ચાલે છે. લેવડ-દેવડ ચાલુ હોવા છતાં છેલ્લા છ માસ ઉપરાંત થી ખાતું બંધ થઈ જતા બેંકમાં જઈ ૨૮ જુલાઈ-૨૦૨૩ ના રોજ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ તથા રૂપિયા ૫૦૦ ખાતામાં જમા કરાવેલ છે. તેમ છતાં બે માસનો સમય થવા આવવા અને અનેક વાર બેંકમાં ધક્કા ખાવા છતાં હાલ સુધી ખાતું ચાલુ થયેલ નથી.અને ક્યારે ચાલુ થશે તેનો બેંક કર્મચારીઓ કોઈ સીધો જવાબ પણ આપતા નથી.

     (અલ્પેશભાઈ.ડી.મછાર,બેંક ગ્રાહકના પુત્ર,કાળીયા)

    અમારી બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં બંધ કરેલા બેંક ખાતા રી-ઓપન કરાવવા છેલ્લા ત્રણ માસથી ૫૦૦ જેટલા બેંક ગ્રાહકોએ અરજીઓ આપેલ છે.અને હાલ આ અરજીઓ વેઇટિંગમાં છે.અને કોનું ખાતું ક્યારે ચાલુ થાય તે અમો કહી શકીએ નહીં.

(કૌશલેન્દ્ર કુમાર,બી.ઓ.બી ફતેપુરા શાખા,કર્મચારી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!