બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા થી જય અંબે પગપાળા સંઘ ના ૫૦ જેટલા શ્રદ્ધાળુઓ ફતેપુરા થી અંબાજી જવા રવાના
ફતેપુરા પગપાળા સંઘના શ્રદ્ધાળુઓ ૨૭ સપ્ટેમ્બર ના રોજ અંબાજી પહોંચી માતાજીને ૫૧ ગજની ધજા અર્પણ કરશે
સુખસર પંથકના સુખસર સહિત રાજમાર્ગ ઉપર માં અંબાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે અનેક જગ્યાઓ ઉપર વિસામા ઓમાં આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે
સુખસર,તા.૨૦
માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી.ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી,ગરમી,
વરસાદની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા,મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં લાખો પદયાત્રીઓ અનેક ધજા-પતાકાઓ લઇને અંબાજી પગપાળા જતા હોય છે.ત્યારે જય અંબે પગપાળા સંઘ ફતેપુરા નાઓ ફતેપુરા થી અંબાજી પગપાળા જવા માટે રવાના થયા છે. આ સંઘમાં ૪૦ થી ૫૦ ભક્તો અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કર્યું છે.
ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢી આ સંઘ અંબાજી જવા માટે રવાના થયો છે. ફતેપુરા જય અંબે પગપાળા સંઘના સ્વયમ સેવક દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ સંઘ ૨૭ સપ્ટે. ના રોજ અંબાજી પહોચશે અને ૫૧ ગજની ધજા મા અંબાના ચરણોમાં અર્પણ કરશે.
નોંધનીય છે કે હાલ માં અંબાના દર્શને જતા પગપાળા સંઘમાં ભાઈઓ બહેનો થી રાજમાર્ગો ભરચક જોવાઈ રહ્યા છે.ખાસ કરીને દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી પગપાળા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે ઠેક ઠેકાણે વિસામાં ઓ પણ જોવા મળે છે.જ્યાં પગપાળા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુઓને ચા-નાસ્તો અને ભોજન ની વ્યવસ્થા અને આરામ કરવા માટેની જગ્યા આપવામાં આવે છે. જેમાં સુખસર વિસ્તારમાં ધાણીખુટ થી લઇ સુખસર સહિત સંતરામપુર જતા માર્ગ ઉપર અનેક જગ્યાએ પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓ માટે વિસામા જોવા મળી રહ્યા છે. આ દિશામાં ઓમા માં અંબાના દર્શને જતા શ્રદ્ધાળુઓને આગતા સ્વાગતા કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.