દાહોદ જિલ્લામાં સલામતીની દ્રષ્ટિએ સાત જેટલા જુદા-જુદા રસ્તાઓને સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયા…
દાહોદ તા. ૧૭
દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડતા નદી તળાવ કોતરો ચલો છલ ભરાઈ જતા પાણીના ધસમસતા પ્રવાહના કારણે માર્ગ અવરોધિત થવા પામ્યા છે. કેટલાક સ્થળે જે જગ્યા ઉપર પુલ ઉપરથી પાણીના પ્રવાહ ધસમસતા પ્રવાહે વહી રહ્યા છે. તેવા માર્ગોને પણ દાહોદ જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા બેરીકેટીંગ કરી બંધ કરવાની ફરજ પડતા આંતરિયાળ ગામોમાં સંપર્ક તૂટી જવા પામ્યો છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલા આંકડા મુજબ દાહોદ જિલ્લામાં 7 જેટલા માર્ગો જે આતરિયાળ અથવા સ્ટેટ હાઇવેને જોડતા રસ્તાઓ છે. તે માર્ગો પર પુલ ઉપરથી ધસમસતા પ્રવાહે પાણીનું વહન થઇ રહ્યું છે.તે માર્ગોને પણ સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર (૧) નીમ નળિયા મુવાલીયા ગડોઇ રોડ (એમ.ડી.આર)(તા.દાહોદ,(૨)આમલી છરછોડા એપ્રોચ રોડ (તા.ગરબાડા),(૩)લીમડી સંજેલી વાયા કરમ્બા રોડ (એમ.ડી.આર)(તા.ઝાલોદ),(૪)કદવાલ સંજેલી પીછોડા રોડ (એમ.ડી.આર)(તા.ઝાલોદ),(૫)આસપુર મોટા નટવા રોડ (એમ.ડી.આર)(તા.ફતેપુરા),(૬)ભીટોડી ડબલારા નાની ઢઢેલી વરુણા એપ્રોચ રોડ (એમ.ડી.આર)(તા.ફતેપુરા,(૭)લીમખેડા અંધારી અંતેલા રોડ (એસ.એચ)( તા. લીમખેડા ) જેવા માર્ગોને સલામતીની દ્રષ્ટિએ બંધ કરી દેવામાં આવ્યા છે.