
દેવગઢ બારીયાના ઉચવાણ ગામની પાનમ નદીમાં ફસાયેલા ફાયર બ્રિગેડના બે જવાનો સહીત ત્રણને 12 કલાકની જહેમતે બહાર કાઢ્યા…
કલેકટર હર્ષિત ગોસાવી, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, SDRFના જવાનો, ફાયર બ્રિગેડ તેમજ સલગ્ન વિભાગ દ્વારા ખડેપગે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું..
દાહોદ તા. 17
દેવગઢ બારીયાના પાનમ નદીમાં ગત રાત્રિના રેતીની લીઝમાં હિટાચી મશીન હિટાચી મશીન રીપેર કરતી વખતે નદીમાં પાણીનું વહન વધી જતા ચાર જેટલા ઈસમો પાણીના વહેણમાં ફસાયા હતા જેને લઇ દેવગઢબારિયા પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ એસડીઆરએફ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી રાત્રિના ત્રણ વાગ્યાના અરશામાં ફસાયેલા ત્રણ ઈસમોને રેસ્ક્યુ હાથ ધરી બહાર કાઢી લીધા હતા ત્યારે અન્ય એક ઈસમ ને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરી રહેલ ટીમ અંદર જતાં પાણીનું વહેણ વધી જતા રેસ્ક્યુ કરી રહેલ ફાયર વિભાગના બે ફાયરમેન પણ અંદર ફસાઈ ગયા હતા અને તેઓને બહાર કાઢવા માટે એસટીઆરએફની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ચાલુ રાખતા એસડીઆરએફ ની ટીમ ફસાયેલા ઇસમોને બચાવે તે પહેલા જ ત્રણથી ચાર વાર નિષ્ફળ નિવડી હતી જેને લઇ રાત્રિના સમયે રેસ્ક્યુ બંધ રાખી વહેલી સવારે ફરીથી રેસ્ક્યુ હાથ ધરતા જેમાં એસ ડી આર એફ ની હોઠ બોટ પાણીમાં પલટી જતા બે જવાનો પણ આ પાણીમાં ફસાયા હતા ત્યારે
જિલ્લા પોલીસ વડાએ ફરીથી એસડીઆરએફ ટીમને સાથે રહી રેસક્યુ હાથ ધરવાની સૂચના આપતા ફરીથી હાથ ધરાયો હતો 11:00 વાગ્યાના અરસામાં તમામ ફસાયેલા ઈસમોને એસ ડી આર એફ ની ટીમ દ્વારા બહાર કાઢી લેવાયા હતા આ બનાવને લઈ જિલ્લા કલેકટર અધિકારીથી લઈ જિલ્લા પોલીસવાળા સહિત સ્થાનિક ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા એસડીઆર ટીમને કામગીરીને બિરદાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા