રાજેશ વસાવે :- દાહોદ
પસેન્જર ટ્રેનમાં સ્પાર્કની સાથે આગનો બનાવ:અતિ વ્યસ્ત દિલ્હી-મુંબઈ રેલવે વ્યવહાર પ્રભાવિત..
ધ.બર્નિંગ ટ્રેન.. દાહોદ-આણંદ મેમુ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં આગથી મુસાફરોમાં દોડધામ,
એન્જીન સાથે જોડેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં લાગી આગ:ફાયર બિગડે બે કલાકની જેહમતે ઓલવી,મુસાફરો સવેળાએ ટ્રેનમાંથી ઉતરી ગયા.
ટ્રેનના ડબ્બા છુટા કરી મેમુને બે કલાક મોડી આણંદ તરફ રવાના કરાઈ: એક ટ્રેન રદ્દ,કેટલીક ટ્રેનો લેટ થઈ…
દાહોદ તા.16
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી 09350 ડાઉન દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતર્યાના થોડીક જ પળમાં કોચમાં આગ ફાટી નીકળી હતી. કોઈક કંઈક સમજે તે પહેલા જ અગનજવાળાઓએ કોચને ચારેબાજુથી લપેટમાં લેતા સમગ્ર કોચ આગની લેપટોમાં ઘેરાઈ ગયો હતો. જોકે બનાવની જાણ રેલવે સત્તાધીશો તેમજ ફાયર બ્રિગેડને થતા દાહોદ ફાયર બ્રિગેડના લાશ્કરો તેમજ તથા કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જેમાં બે કલાકની જહેમત બાદ આગ ઓલવી જતા રેલવે સત્તાધીશોએ ટ્રેનના ત્રણ કોચને જુદા કરી ટ્રેનને આગળ પોતાના ગંતવ્ય સ્થાન પર જવા રવાના કરવામાં આવી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની બનવા પામી નહોતી.પરંતુ આ દરમિયાન રેલવેના ADRM તેમજ પંચમહાલ રેન્જ આઇ.જી, દાહોદ જિલ્લા પોલીસવડા, તેમજ આરપીએફ તથા ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જોકે આ આગના બનાવના પગલે સુરક્ષાની દ્રષ્ટિએ દિલ્હી-મુંબઈ તરફનો બન્ને તરફનો વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડતા પશ્ચિમ રેલવેના અતિ વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ બંધ થવાથી એક પેસેન્જર ટ્રેન ને રદ કરવામાં આવી હતી. તો અન્ય કેટલીક ટ્રેનો તેમના નિર્ધારીત સમય કરતા મોડી સંચાલિત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન નંબર 09350 દાહોદ-આણંદ સ્પેશિયલ મેમુ તેના નિર્ધારીત સમયે સવારના 11.38 કલાકે આણંદ તરફ રવાના કરી દેવામાં આવી હતી. આ ટ્રેન પોણા બાર વાગ્યાના સુમારે દાહોદ થી 10 કિલોમીટર દૂર જેકોટ ખાતે જઈને ઉભી રહી હતી. તે દરમિયાન ટ્રેનના પાછળના એન્જીન સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસ કોચમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા કોચમાં સવાર મુસાફરો ભયભીત થતા કશુક અજુગતું બનવાની આશંકાએ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા થોડીક જ ક્ષણોમાં કોચમાં ઓચિંતી આગ ફાટી નીકળતા મુસાફરોમાં બુમાબુમની સાથે દોડધામ મચતા રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ટ્રેનને આગળ જવા ગ્રીન સિગ્નલ મળ્યું હોવા છતાંય ટ્રેન આગળ ન જતા શું થયું તે જોવા નીકળેલા સ્ટેશન માસ્તરને ટ્રેનના પાછળના ભાગે ધુમાડાની સાથે આગ જોવા મળતા તેઓએ તાબડતોડ આજ્ઞા બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ રતલામ કંટ્રોલને કરતા રેલવેના સંબંધિત વિભાગોમાં પણ દોડધામ પછી જવા પામી હતી. આ દરમિયાન રેલવે તંત્રે આજ્ઞા બનાવની જાણ દાહોદ ફાયર બ્રિગેડને કરતા દાહોદ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા. જોકે આમ તો આ ઘટના ડાઉન ટ્રેક પર થઈ હોવા છતાં એ રેલવે તંત્રે સુરક્ષાની દ્રષ્ટિએ બંને તરફનો રેલમાર્ગ બંધ કરી ઈમરજન્સી સેવાઓ તથા સંસાધનો સાથે રેલવે કર્મચારીઓને ઘટના સ્થળે દોડાવ્યા હતા. તો બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા અગ્નિસામક દળના ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન તથા લાશકરો દ્વારા આ બોલાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવતા રેલવે સત્તાધીશોએ આણંદ-મેમુ ટ્રેનના આગની લપટોમાં ઘેરાયેલા કોચ સહિત ત્રણ બોગીઓને ટ્રેનથી છૂટી પાડી ટ્રેનને બે કલાક મોડી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જવા માટે રવાના કરવામાં આવી હતી. જોકે તે દરમિયાન બનાવની જાણ ઓરેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી, પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, તેમજ રતલામ ડિવિઝનના એડીઆરએમને થતા ઉપરોક્ત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની શોધખોળમાં જોતરાયા હતા. સાથે સાથે દાહોદ ગ્રામ્ય પોલીસ તેમજ રેલવે સુરક્ષા બળ, ગુજરાત રેલવે પોલીસના પણ કાફલો ભટ્ટાસરે દોડી આવ્યો હતો અને મુસાફરોને ઘટના સ્થળથી દૂર ખસેડી રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા હતા. જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી દાહોદ આણંદ મેમુ ટ્રેનમાં કયા કારણોસર આગ લાગી હતી. તે અકબંધ રહેવા પામ્યો હતો. પરંતુ આ બનાવના પગલે પશ્ચિમ રેલવેના અતિ વ્યસ્ત ગણાતા અને 24 કલાક ટ્રેનોની અવરજવરથી ધમધમતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પણ કલાકો સુધી બંધ રહેવા પામ્યો હતો.અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યા બાદ રેલ વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો જેના પગલે આણંદ-ડાકોર મેમુને રદ્દ જાહેર કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી સંચાલિત કરવામાં આવી હતી..
*આગના બનાવના પગલે એક પેસેન્જર ટ્રેન રદ કરાઈ, મંડળમાંથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનો નિધારીત સમય કરતા લેટ થઈ*
જેકોટ ખાતે દાહોદ આણંદ સ્પેશિયલ મેમુ ટ્રેનમાં ઓચિંતિ આગ લાગતા રેલવે તંત્ર સુરક્ષાની દ્રષ્ટિએ બંને તરફના વાહન વ્યવહાર થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આજના આગના બનાવના પગલે 09387/88 આણંદ ડાકોર આણંદ મેમુ રદ કરવામાં આવી હતી. તો સુપરફાસ્ટ ટ્રેનો તેમજ ગુડસ ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી સંચાલિત કરવામાં આવી હતી.જેમાં (1) 22444 કાનપુર સેન્ટ્રલ વિકલી સાપ્તાહિક.(2)12471 સ્વરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ(3)82653 જયપુર સુવિધા સુપરફાસ્ટ(4) 22414 નિઝામુદ્દીન મડગાવ રાજધાની(5)19404 ગોલ્ડન ટેમ્પલ મેલ. (6) 22 656 અજમેર અરનાકુરલમ મરુસાગર એક્સપ્રેસ સહિતની ટ્રેનો પોતાના નિધારી સમય કરતા વિલંબથી સંચાલિત થઈ હતી.