Wednesday, 11/12/2024
Dark Mode

આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 13 જેટલાં ગુનામાં સંડોવાયેલા બે સગાભાઈઓ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકજામાં. પોલીસે બન્ને ઘરફોડ આરોપીને પેટ્રોલિંગ દરમિયાન કંબોઇ નજીકથી ઝડપી એક લાખ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો..

September 14, 2023
        556
આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 13 જેટલાં ગુનામાં સંડોવાયેલા બે સગાભાઈઓ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકજામાં.  પોલીસે બન્ને ઘરફોડ આરોપીને પેટ્રોલિંગ દરમિયાન કંબોઇ નજીકથી ઝડપી એક લાખ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો..

રાજેશ વસાવે :- દાહોદ 

આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 13 જેટલાં ગુનામાં સંડોવાયેલા બે સગાભાઈઓ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકજામાં.

પોલીસે બન્ને ઘરફોડ આરોપીને પેટ્રોલિંગ દરમિયાન કંબોઇ નજીકથી ઝડપી એક લાખ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો..

પોલીસે, મધ્યપ્રદેશ,રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો.

 

દાહોદ તા.14

આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 13 જેટલાં ગુનામાં સંડોવાયેલા બે સગાભાઈઓ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકજામાં. પોલીસે બન્ને ઘરફોડ આરોપીને પેટ્રોલિંગ દરમિયાન કંબોઇ નજીકથી ઝડપી એક લાખ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો..

દાહોદ LCB પોલીસે મધ્ય પ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા ગરબાડા તાલુકાના વડવા ગામના બે સગાભાઈઓને કંબોઈ નજીકથી ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ રિકવર કરી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓએ ગુજરાતના મહેસાણા,આણંદ,પાલનપુર,દિયોદર,વિજાપુર,મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ દાહોદ જિલ્લાના લીમખેડા સહીતના જુદા જુદા વિસ્તારોમાં 22 જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપી હોવાની કબુલાત કરી હતી.

દાહોદ જિલ્લામાં પોલીસ વડા ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અનુસાર જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા તેમજ જેલ ફરારી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કરી કાર્યવાહીઓ કરાઈ રહી છે જેમાં છેલ્લા કેટલાય સમયથી વર્ષો સુધી વિવિધ ગુનાઓમાં સપડાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝુંબેશ અનુસાર LCB પોલીસના પીઆઈ કે ડી ડીંડોરને બાતમી મળી હતીકે જિલ્લા તેમજ જિલ્લા બહારના અને આંતરરાજ્યમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે સુનિયો જોરસીંગ બારીયા તથા મનોજ ઉર્ફે મુન્નો જોરસીંગ બારીયા આ બન્ને રહે. વડવા, તાલુકા ગરબાડાના આરોપીઓ કંબોઇ ચોકડી આગળથી માતવા જવાના રસ્તે શંકાસ્પદ ચીજ વસ્તુઓ લઈને ઉભા છે તેવી બાતમી આધારે LCB પોલીસની ટીમે તાત્કાલિક કંબોઇ ચોકડી નજીક માતવા જવાના રસ્તે પહોંચી બન્ને આરોપીઓ LCB પોલીસના માણસોને ઓળખી લેતા બન્ને આરોપીઓ ભાગવા લાગ્યા હતા ત્યારે LCB ની ટીમે બન્ને આરોપીઓનો પીછો કરી બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા અને બન્ને ઈસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા બન્ને ઈસમો પાસેથી રોકડ રકમ અને ચાંદીના દાગીના કબ્જે લઈ બન્ને ઈસમોને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને ઈસમો LCB પોલીસ સમક્ષ પડી ભાંગ્યા હતા અને જણાવ્યું હતુકે તેઓ પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી આણંદ,ગ્રામ્ય મહેસાણા ગ્રામ્ય તેમજ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સમયે જુદી-જુદી જગ્યાએથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમની પાસેથી LCB પોલીસે પૂછપરછ દરમિયાન (1) આનંદ રૂરલ પોલીસ મથકની હદમાંથી 1,19,000 હજાર રોકડા રૂપિયાની ચોરી તેમજ (2) લીમખેડા પોલીસ મથકની હદમાંથી ચાંદીના બે છડા જેની કિંમત 7,500 રૂપિયાની ચોરી કરી હતી અને અન્ય લીમખેડા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હતી તેમજ (3) મહેસાણામાં 3 ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો (4) મધ્યપ્રદેશના દેવાસ ધાર બડવાની જેવા જિલ્લાઓમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો (5) રાજસ્થાનના બાસવાડા ગામે બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો (6) અને મહેસાણામાં 7 ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો તેમજ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ પાલનપુર સીટી દિયોદર વિજાપુર અને મધ્યપ્રદેશના ખરગોન જેવા પોલીસ મથકોની હદમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પાસેથી 13 અનડીટેક્ટ સહીત વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 22 થી વધુ ગુનાઓને બન્ને આરોપીઓ પાસેથી ડિટેક્ટ કરવામાં LCB પોલીસને સફળતા મળી હતી.જેમાં ઝડપાયેલા આરોપીઓમાંથી સુનિલ ઉર્ફે સુનિયો જોરસીંગ બારીયા રહેવાસી વડવા બિલવાલ ફળિયું તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ તેમજ તેનો અન્ય સાગરીત મનોજ ઉર્ફે મુન્નો જોરસીંગ બારીયા રહેવાસી વડવા મેડા ફળિયું તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ નાઓને LCB પોલીસ ઝડપી તેમની પાસેથી રોકડ રકમ 1,19,000 રૂપિયા અને ચાંદીના ચાંદીના છડા મળી કુલ 1,26,500 રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી LCB પોલીસ દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!