રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના સ્ટેશન રોડ ઉપર ચીકણી માટીના કારણે કેટલાક વાહન ચાલકો સ્લીપ ખાઈને પડી જતા વાહન ચાલકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
દાહોદ તા. ૧૪
દાહોદમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં એક તરફ ઉબડ ખાબડ રસ્તાઓ છે અને તેમજ ઓપન ગટરોના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા કાદવ કીચડ વાળું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના પગલે અત્રેથી પસાર થતાં સંખ્યાબંધ વાહન ચાલકો પોતાનું વાહન લઇને પડી જતા
તેઓને ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે એક તરફ આ સ્ટેશન રોડને સ્માર્ટ રોડમાં અપગ્રેડેશન કરવા માટે આવ્યા છે પરંતુ હાલ ચોમાસામાં આ કામગીરી બંધ રહેતા શહેરના રસ્તાઓમાં ઠેર ઠેર ગાબડાઓ પડેલા જોવા મળી રહ્યા છે તેમાં તાજેતરમાં પાલિકા દ્વારા માટી મેટલ તેમજ કપચી નાખવામાં આવી હતી જેના પગલે આ રોડની હાલત બદ થી બદતર થવા પામી છે
તેના પગલે આ બિસ્માર રોડ પર એક તરફ દિવસ દરમિયાન ઉડતી ધૂળ જોવા મળી રહી છે ત્યારે તાજેતરમાં વરસાદ પડતા તેમજ ઓપન ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ કાદવ કીચડવાળા સામ્રાજ્યમાંથી તારીખ 13 મી સપ્ટેમ્બરના રોજ પસાર થતા સંખ્યાબંધ વાહન ચાલકો સંતુલન ગુમાવતા વાહન સાથે સ્લીપ ખાઈને પડી જતા હોય તેવી ઘટનાઓ બનવા પામી છે
જેમાં કેટલાક વાહન ચાલકો ઇજાગ્રસ્ત બન્યા હતા તેમની સાથે સાથે નાના નાના ભૂલકાઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે પાલિકા દ્રારા આ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ વાહન ચાલકોને ઈજાઓ ન પહોંચે અને જાનહાનીની ઘટનાઓ ના બને તેવી માંગ સ્થાનિકો દ્રારા કરવામાં આવી હતી