
ઝાલોદ તાલુકા પંચાયતમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા
ડી.વાય.એસ.પી પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલિસ તંત્ર કોઈ અનિચ્છનીય બનાવ ન સર્જાય તે માટે એલર્ટ જોવાયું
ઝાલોદ તા. ૧૩
આજ રોજ તારીખ 13-09-2023 બુધવારના રોજ તાલુકા પંચાયત ખાતે નવાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવાં તેમજ ચકાસણી કરી ખેંચવા માટે સવારે 11 થી 2 વાગ્યા સુધી સુધીનો ટાઈમ જાહેર કરવામાં આવેલ હતો. તેને લઈ નગરના ડી.વાય.એસ.પી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત વિસ્તારના આખા વિસ્તારને કોર્ડન કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવેલ હતો. તેમજ નગરમાં પોલિસ સતત કાયદો વ્યવસ્થા જળવવા માટે સતત પેટ્રોલીંગ કરતી જોવા મળતી હતી.
સુરક્ષા કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી ફોર્મ ભરવા આવનાર દરેક સભ્યો તેમજ ટેકેદારોના વાહન તાલુકા પંચાયતની બહાર ઉભા રાખવામાં આવેલ હતા. તાલુકા પંચાયતના ફોર્મ ભરવા જનાર વ્યક્તિ સાથે ગણતરીના ટેકેદારો સાથેજ તાલુકા પંચાયતની અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. છેલ્લે ફોર્મ કેટલા મંજુર થયા તે અન્વયે તાલુકા પંચાયત ટી.ડી.ઓ એસ.વી.શર્મા દ્વારા માહિતી આપવામાં આવેલ હતી. તારીખ 14-09-2023 ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી માટે એસ.વી.શર્મા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ફક્ત બે ફોર્મ મળેલ હતા તેમાં પ્રમુખ તરીકેની દાવેદારી સુમિત્રાબેન સવસીંગભાઇ વસૈયા ( કદવાળ ) અને ઉપપ્રમુખ માટે નિશાબેન રામુભાઈ નિનામા ( મોટી હાંડી તાલુકા સભ્ય )એ દાવેદારી નોંધાવેલ હતી..