
દે.બારીઆ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આત્મનિર્ભર PM સ્વનિધિ શેરી ફેરિયા યોજના અંતર્ગત બેંક મેનેજરોની મિટિંગ યોજાઈ..
દેવગડબરીયા તા. ૧૩
આજ 13/09/2023 ના રોજ લીડ બેંક મેનેજરશ્રી સાગર સાહેબ અને દેવગઢ બારીઆ નગરપાલિકા કચેરી અધિક્ષકશ્રી રવિન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે એક મીટિંગનું આયોજન કરવમાં આવ્યું જેમાં GULM કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવા દ્વારા PM સ્વનિધિ યોજના અંતર્ગત કુલ – 1033 જેટલાં ઓનલાઇન ફોર્મે ભરવામાં આવ્યા તેની સામે 830 લોકોને લોન મળી ગઈ આમ રૂપિયા. 83,00,000/- (અંકે રૂપિયા ત્યાસી લાખ પુરા ) નો લાભ દેવગઢ બારીઆમાં છૂટક મજૂરી કરતા શેરી ફેરિયાઓને આપવામાં આવ્યો. બાકી રહી ગયેલ લાભાર્થીઓને વહેલી તકે બેંક દ્વારા લોન મજૂર કરવામાં આવે તેવી લીડ બેંક મેનેજરશ્રી દ્વારા તમામ બેંક મેનેજરોને સૂચના આપવમાં આવી અને તમામ લાભાર્થીઓ ડિજિટલ પેમેન્ટ બાબતે પણ જાગૃતા આવે અને કેસ બેક નો પણ લાભ મળે તેમ પણ જણાવ્યું….